આમચી મુંબઈ

ઈન્દ્રાણી મુખર્જી પરની દસ્તાવેજ-સિરીઝનીરિલીઝ 29 ફેબ્રુઆરી સુધી અટકાવી

હાઇ કોર્ટનો સીબીઆઈ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનો આદેશ

મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટરી સિરીઝને 29 ફેબ્રુઆરી સુધી રિલીઝ કરશે નહીં.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે સિરીઝના નિર્માતાઓને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન માટે સિરીઝનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવાનો નિર્દેશ આપ્યો હતો. `ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: ધ બરીડ ટ્રુથ’ નામની દસ્તાવેજ-શ્રેણી, 25 વર્ષીય બોરાના ગુમ થવા પર આધારિત છે અને 23 ફેબ્રુઆરી (શુક્રવાર) ના રોજ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાનું હતું. સીબીઆઈએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સ્ક્રીનિંગ પર રોક લગાવવાની માંગ કરી હતી. બેન્ચે ગુવારે શ્રેણીના નિર્માતાઓ પાસેથી જાણવા માગ્યું હતું કે શું તે સીબીઆઈ માટે શ્રેણીની સ્ક્રીનિંગ યોજવા તૈયાર છે. નેટફ્લિક્સ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે શરૂઆતમાં વિરોધ કર્યો અને કહ્યું કે આ પ્રી-સેન્સરશિપ સમાન હશે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત