આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં કોરોના રિટર્ન નવા વેરિયન્ટનો એક કેસ

મુંબઈ: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો સબ વેરિયન્ટ જેએન.૧ ઝડપથી સક્રમણ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકારોને સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે કેરળ, ગોવા પછી મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈ પ્રશાસન સતર્ક બન્યું છે. દેશભમાં કોવિડ-૧૯ સબ-વેરિયન્ટ જેએન.૧ અત્યાર સુધીમાં ૨૧ કેસ નોંધાયા છે, જેમાં કેરળ, ગોવા અને મહારાષ્ટ્ર, ગુજરાતનો સમાવેશ છે.

મહારાષ્ટ્રમાં નવા કેસ નોંધાયા હોવાના અહેવાલને લઈ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. મહારાષ્ટ્રમાં થાણે (૧૯ વર્ષની યુવતી)માં કોરોનાનો અને નાશિકમાં ઝીકા વાઈરસનનો એક કેસ નોંધાયો છે. જોકે, અન્ય મીડિયાના અહેવાલમાં મહારાષ્ટ્રમાં કુલ મળીને કોવિડના ૧૪ કેસ નોંધાયા છે, જ્યારે એક નવા વાઈરસનો કેસ નોંધાયો છે. આમ ૧૦ દિવસમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૫ થઈ છે.

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના સબ વેરિયન્ટ જેએન.૧નું સક્રમણ વધી રહ્યું છે. દેશમાં કોવિડ-૧૯ના વધતા કેસની વચ્ચે કેન્દ્રીય પ્રધાને પણ ગભરાવવાની જરુરિયાત નહીં હોવાનું જણાવ્યું હતું. આમ છતાં રાજ્યોને કોવિડ સંબંધિત વિવિધ તૈયારીઓ કરવાની સાથે ટેસ્ટિંગ વધારવાની અપીલ કરવામાં આવી છે. એની સાથે કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના વધતા કેસ મુદ્દે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવાની ભલામણ કરી છે.

ઓગસ્ટ મહિનામાં લક્ઝમબર્ગમાં પહેલો કેસ નોંધાયો હતો. એના પછી ધીમે ધીમે ૩૬થી ૪૦ દેશમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ કહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં કોવિડને કારણે ૧૬ મોત થયા છે. મૃત્યુ પામનારા લોકોમાં પહેલાથી ગંભીર બીમારી હતી. એટલે કોમોરબિડિટીઝથી પીડિત હતા.

પંદર ડિસેમ્બરે બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં કોરોનાને મૃત્યુ થયું હતું. તેમને બીજી અન્ય પણ બીમારી હતી. કોરોનાને કારણે ૬૧૪ કેસ નોંધાયા છે, જેમાં ૨૧મી મે પછી સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર કોરોનાના એક્ટિવ કેસ વધીને ૨,૩૧૧ થયા છે. ૨૪ કલાક દરમિયાન કેરળમાં ત્રણનાં મોત થયા છે, જ્યારે દેશમાં કોવિડને કારણે મૃતકની સંખ્યા વધીને ૫,૩૩,૩૨૧ થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…