આમચી મુંબઈ

ચૂંટણી સોગંદનામામાં માહિતીઓ છુપાવવાનો કેસ

નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસને આપી રાહત

નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીના સોગંદનામામાં ગુનાની માહિતી છુપાવવા પ્રકરણે નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ફડણવીસને દોષમુક્ત જાહેર કરતાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સામે જે પ્રકરણની માહિતી છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે ખાનગી હતી અને એનો ચૂંટણીના પરિણામ પર કોઈ પરિણામ થશે એવું લાગતું નથી. અરજી કરનાર સતિષ ઉકે પણ જેલમાંથી ઓનલાઈન વીડિયો કોન્ફરન્િંસગના માધ્યમથી સુનાવણીમાં હાજર રહ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ચૂંટણી માટે રજૂ કરેલાં સોગંદનામામાં માહિતી છુપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. એડ. સતીષ ઉકેએ આ આક્ષેપ કર્યો હતો. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી મૂક્યો હતો અને આખરે આજે આ પ્રકરણે ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં નાયબ મુખ્ય દેવેન્દ્ર ફડણવીસને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.
૨૦૧૪મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીની અરજી સાથે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં દેવેન્દ્ર ફડણવીસે તેમની સામે દાખલ કરવામાં આવેલા બે ગુનાની માહિતી છુપાવી હોવાનો આક્ષેપ. એડ. સતીષ ઉકેએ પોતાની અરજીમાં કર્યો હતો અને તેમણે દેવેન્દ્ર ફડણવીસ સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી પણ કરી હતી. જ્યારે ફડણવીસના વકીલે સરતચૂકથી આ માહિતીનો ઉલ્લેખ સોગંદનામામાં કરવાનું રહી ગયું હતું એવો દાવો કર્યો હતો. કોર્ટે આ પ્રકરણે ચુકાદો આપતા જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જે ગુનાની માહિતી છુપાવી હતી તે ખાનગી પ્રકરણના હતા. જેનો ચૂંટણી પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે એવુ લાગતું નથી. પરિણામે તેમને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે. અરજી કરનારા એડ. સતીષ ઉકે પણ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા. ઓનલાઈન વીડિયો કોન્ફરર્િંન્સગના માધ્યમથી તેમણે જેલમાંથી સુનાવણીમાં હાજરી આપી હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો