આમચી મુંબઈ

સાક્ષીદારને ધમકી આપવા બદલ ગેન્ગસ્ટર છોટા શકીલના સાગરીત વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: ખંડણીના કેસમાં જેલમાંથી સાક્ષીદારને ધમકી આપવા બદલ ભાગેડુ ગેન્ગસ્ટર છોટા શકીલના કથિત સાગરીત રિયાઝ ભાટી વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ખંડણીના કેસમાં રિયાઝ ભાટી મુંબઈની જેલમાં બંધ છે અને આ કેસમાં છોટા શકીલના સંબંધી સલીમ ફ્રૂટ તથા અન્ય પાંચ જણ આરોપી છે.
મુંબઈ પોલીસે આ કેસમાં એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લગાવ્યો છે અને તમામ આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ખાર પોલીસ સ્ટેશનમાં ભાટી વિરુદ્ધ ગયા સપ્તાહે નોંધાયેલા એફઆઇઆર અનુસાર ૪૩ વર્ષના વેપારીએ આરોપ કર્યો છે કે તે રાજેશ બજાજ નામના શખસને છેલ્લાં ૧૦ વર્ષથી ઓળખે છે અને રાજેશે વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ભાટીની તરફેણમાં કોર્ટમાં નિવેદન આપવા માટે તેને ધમકી આપી હતી.
રાજેશ વેપારીને વર્સોવા પોલીસ સ્ટેશન નજીક લઇ ગયો હતો, જ્યાં ભાટી તેને મળ્યો હતો અને તેની તરફેણમાં નિવેદન આપવા માટે ભાટીએ ધમકી આપી હતી. ૨૦૨૧માં વેપારીના મિત્રએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ભાટી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.
ફરિયાદ અનુસાર ભાટીએ તેની પત્નીની મુલાકાત વેપારીના સહયોગી સાથે કરાવી હતી અને દાવો કર્યો હતો કે તે તેની મિત્ર છે. ભાટીએ તેની પત્નીને પણ ધમકાવી હતી અને પૈસાની લાલચ આપી તેને વેપારી તથા તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, એમ એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું.બાદમાં પત્ની સાથેના શારીરિક સંબંધને લઇ ભાટીએ વેપારી અને તેના મિત્ર પાસેથી પૈસા વસૂલ્યા હતા. વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ૪ નવેમ્બરે વેપારી કોર્ટમાં હાજર થવાનો હતો ત્યારે ભાટીનો તેને કૉલ આવ્યો હતો અને તેણે અન્યો (સાક્ષીદારો)ને તેની વિરુદ્ધ ફરિયાદ ન કરવા માટે વેપારીને કહ્યું હતું. વેપારીએ ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ભાટી, તેના પુત્ર તથા રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button