યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપસર યુવક વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ૨૧ વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ વરલી પોલીસ સ્ટેશનમાં ૨૪ વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની ઓળખ હીતિક શાહ તરીકે થઇ હોઇ તે વાલ્કેશ્ર્વર વિસ્તારમાં રહે છે અને વેપારીનો પુત્ર છે. કોર્ટે તેને ૬ ફેબ્રુઆરી સુધીની વચગાળાની રાહત આપી છે.
યુવતીએ ૧૬ જાન્યુઆરીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. મલાડ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ ૧૮ જાન્યુઆરીએ આ કેસ વરલી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી સોશિયલ મીડિયા મારફત યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા એક મહિનાથી બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. દરમિયાન બંનેએ મિત્રો સાથે પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. પાર્ટીમાં યુવતીએ દારૂ પીધો હતો અને આરોપીએ તેને વધુ દારૂ પીવા માટે આગ્રહ કર્યો હતો.
યુવતીને બાદમાં વરલીમાં મિત્રના ઘરે લઇ જવામાં આવી હતી, જ્યાં તેના પર કથિત બળાત્કાર ગુજારાયો હતો. યુવતીએ બાદમાં પિતરાઇને બોલાવ્યો હતો અને ત્યાંથી જતી રહી હતી. યુવતીએ બાદમાં મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આરોપીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તેને વચગાળાની રાહત આપી હતી. ઉ