આમચી મુંબઈ

નાક વાટે લેવાતી ઈન્કોન્હૅક કોવિડ રસીનો આજથી બૂસ્ટર ડોસ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને પહેલી નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વૅક્સિનનો પ્રતિબંધાત્મક (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.

મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને તેમ જ ૨૩ જૂન, ૨૦૨૩થી આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓને નાક વાટે આપવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ-૧૯ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પાલિકા તરફથી પહેલી નવેમ્બર, ૨૦૨૩થી ઈન્કોવ્હૅકની રસી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. કોવિશિલ્ડ અથવા કોવૅક્સિનની બીજી રસી લેવાના છ મહિનાએ ઈન્કોવ્હૅકનો બૂસ્ટર ડોઝ લઈ શકાય છે.

કોવિશિલ્ડ અથવા કોવૅક્સિન સિવાય અન્ય કોઈ પણ વૅક્સિન માટે બૂસ્ટર ડોઝ તરીકે ઈન્કોવ્હૅક લઈ શકાશે નહીં એવી સ્પષ્ટતા પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button