આમચી મુંબઈ

કોસ્ટલ રોડ માટે દક્ષિણ મુંબઈના આ રસ્તા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય

મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટર રોડનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હજુ અમુક વર્ષો સુધી મુંબઈગરાને તકલીફ પડવાની શક્યતા રહેશે. આ મુદ્દે કોસ્ટલ રોડ પેકેજ-૨ના કામ માટે, વર્લી સી ફેસ પરનો રસ્તો ચાર નવેમ્બર, ૨૦૨૩થી ૩૧ મે, ૨૦૨૪ એટલે સાત મહિનાના સમયગાળા માટે પૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

પરિવહન વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડીને વધુ માહિતી આપવામાં આવી છે. આ રસ્તો હાલમાં પ્રભાદેવી તરફના સી ફેસના ખાન અબ્દુલ ગફાર ખાન માર્ગ પર બિંદુમાધવ ઠાકરે જંક્શનથી જે. કે. કપૂર જંક્શનને જોડવાનું કામ કરે છે. કોસ્ટલ રોડનું ૮૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. કુલ ૧૦.૫૮ કિમીના કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં બે કિમીની બે વિશાળ ટનલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

પ્રથમ ટનલનું કામ ૧૦મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂર્ણ થયું હતું અને બીજી ટનલનું કામ ૩૦મી મેના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું, તેથી નવેમ્બર સુધીમાં કોસ્ટલ રોડના એક રૂટ શરૂ કરીને પ્રોજેક્ટને નગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિકો માટે આ ખુલ્લો કરવામાં આવવાનો હતો પણ કામની આ પુલના બાકીના અધૂરા કામને અસર થવાની શક્યતાને લીધે આ માર્ગને બંધ રાખવામાં આવ્યો હતો. હવે આ માર્ગને મે ૨૦૨૪ સુધીમાં શરૂ કરવામાં આવશે તેવી શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button