આમચી મુંબઈ

સંજય રાઉતને ‘રાષ્ટ્રવાદી’ના આંતર્વસ્ત્રમાં રજૂ કરતા બેનર

શિંદેના શિવસેનાનું અનોખું આંદોલન

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આંતર્વસ્ત્ર વિશે કરેલા વિવાદાસ્પદ વક્તવ્યના પ્રતિભાવ હવે આવી રહ્યા છે. બુધવારે મુલુંડમાં સંજય રાઉતના વિરોધમાં શિવસેનાના શિંદે જૂથ દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદીના આંતરવસ્ત્રો પહેરેલા સંજય રાઉતને ઝળકાવતા બેનર ફરકાવવામાં આવ્યા હતા. સંજય રાઉતના આંતરવસ્ત્રો પર રાષ્ટ્રવાદી પક્ષનું ચિહ્ન ઘડિયાળનો લોગો દર્શાવવામાં આવ્યો હતો. બુધવારે સંજય રાઉતના જન્મદિનના દિવસે જ શિવસેનાના શિંદે જૂથ દ્વારા તીવ્ર નિર્દેશન કરી સંજય રાઉતને જડબાતોડ જવાબ આપ્યો છે. એટલું જ નહીં રાઉતના પોસ્ટરને જોડા ફટકારી વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું પોસ્ટર ફાડી તેમજ ઊંચા અવાજે નારાબાજી કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાઉતના નિવાસસ્થાને મોરચો લઈ જવાનો ઈશારો પણ શિંદે જૂથ દ્વારા કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોના અન્ડરવેર પહેરે છે એ તપાસવું જોઈએ એવું જણાવી સંસદસભ્ય સંજય રાઉતે પત્રકાર પરિષદમાં એકનાથ શિંદે સામે ટીકાસ્ત્ર છોડ્યા હતા. ત્યારબાદ સામસામા આરોપ – પ્રતિ આરોપ થતા જોવા મળી રહ્યા છે. આ વિવાદ હજુ વધુ વણસશે એવું લાગી રહ્યું છે. રાઉતના વક્તવ્ય સામે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ ટીકા કરી હતી. હવે રાઉતના વિરોધમાં શિંદે જૂથ રસ્તા પર ઊતરી નિદર્શન કરતો નજરે પડી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button