મહારાષ્ટ્રના 18-19 વર્ષના 93 ટકા યુવાનોએ મતદાર તરીકે નોંધણી કરાવી નથી
`રાજ્યમાં યુવા મતદારોની નબળી નોંધણી ચિંતાજનક’
મુંબઈ: રાજ્યની મતદાર યાદીના શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા ડ્રાફ્ટ સુધારણા અનુસાર મહારાષ્ટ્રમાં 18 – 18 વય જૂથના લગભગ 93 ટકા લોકો મતદાર તરીકે નોંધાયેલા નથી. વધુ ચિંતાજનક એ છે કે આ આંકડો પાંચ જાન્યુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેના કરતાં પણ ઓછો છે.
પુષ મતદારોની સંખ્યા 4.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 4.3 કરોડ છે. ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 4, 717 થી વધીને 4,920 થઈ છે.
લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં અંતિમ મતદાર યાદી 5 જાન્યુઆરી, 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ જણાવ્યું હતું કે યુવા મતદારોની નબળી નોંધણી ચિંતાનો વિષય છે. કુલ વસ્તીના 3.7 ટકા લોકો 18 થી 19 વય જૂથના છે, પરંતુ મતદાર યાદીમાં માત્ર 0.3 ટકાની જ નોંધ છે અને વસ્તીના 20.3 ટકા લોકો 20 થી 29 વર્ષની વયના છે, પરંતુ મતદાર યાદીમાં માત્ર 12.3 ટકા જ નોંધાયેલા છે. યુવા મતદારોની સંખ્યા વધારવા માટે કોલેજો તેમજ ઉદ્યોગોમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યની મુખ્ય ચૂંટણી કાર્યાલય 9 ડિસેમ્બર સુધી મતદારોની નોંધણી માટે ઝુંબેશ હાથ
ધરશે. ઉ