પીએમ માતૃ વંદના યોજના (PMMVY)નો મહારાષ્ટ્રમાં આટલા લાખ મહિલાને મળ્યો લાભ
મુંબઈ: વડા પ્રધાન માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી-સંતાનને જન્મ આપનારી હોય તેવી મહિલાઓને આરોગ્ય અને સેવા-સુવિધા આપવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં આઠ લાખ કરતાં વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે.
ગર્ભવતી તેમ જ નવજાત બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓને યોગ્ય અને પોષક આહાર મળી રહે અને તેમનું આરોગ્ય સ્વસ્થ રહે એ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 2022થી 2024 ઑગસ્ટ સુધી મહારાષ્ટ્રની 8,37,399 મહિલાઓએ લીધો હતો.
ભારતમાં ગરીબી રેખાની નીચે તેમ જ ગરીબી રેખાની સહેજ ઉપર હોય તેવી અનેક ગર્ભવતી મહિલાઓને છેલ્લે સુધી મજુરી-કામ કરવું પડતું હોય છે અને પ્રસુતિ બાદ પણ તેમને શારીરીક શ્રમ કરવું પડતું હોય છે. જેના કારણે આ મહિલાઓ કુપોષિત રહે છે અને તેમના નવજાત બાળકો પણ કુપોષિત રહે છે. તેમના બાળકો ઓછું વજન ધરાવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
જેને પગલે કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ ખાતા દ્વારા 1917થી આખા દેશમાં વડા પ્રધાન માતૃ વંદના યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગર્ભવતી મહિલાઓ તેમ જ સંતાનને જન્મ આપ્યો હોય તેવી માતાઓને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પૂરતો આરામ અને પોષક આહાર મળે એ માટે આ યોજનામાં જોગવાઇ કરવામાં આવી હતી.
આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકારનો હિસ્સો રહેશએ, તેવું નક્કી કરવામાં આવ્યું હતું. મહિલાઓ ગર્ભ ધારણ કરે ત્યાર બાદ એક હજાર રૂપિયા મહિના અને છ મહિનાનો ગર્ભ રહ્યા બાદ બે હજાર રૂપિયા તેમ જ પ્રસુતિ બાદ પહેલી રસી આપ્યા બાદ બે હજાર રૂપિયા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.