બાંદ્રામાં સિલિન્ડરનો સ્ફોટ થતાં 8 જણા જખમી
મુંબઈ: મુંબઈના બાંદ્રાના ખાતે એલપીજી ગેસ સિલિન્ડરમાં સ્ફોટ થવાની દુર્ઘટના થઈ હતી. આ વિસ્ફોટમાં આઠ જણને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. સિલિન્ડર ફાટવાને કારણે લાગેલી આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
બાંદ્રા ખાતે શનિવારે અચાનક જ એલપીજી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને એને કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આઠ લોકો જખમી થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકમાં આવેલી બાંદ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે છ વાગ્યાની આસપાસ એલપીજી ગેસ સિલેન્ડરમાં સ્ફોટ થતાં બિલ્ડિંગના પહેલા મળે આગ લાગી હતી જેમાં આઠ લોકો જખમી થયા હતા એવી માહિતી અગ્નિશામક દળના જવાનો દ્વારા આપવામાં આવી હતી.