આમચી મુંબઈ

સપ્ટેમ્બર મહિનાનો ૭૫ ટકા વરસાદ પડી ગયો

મુુંબઈમાં ૧૮ સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લા માટે ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ મુખ્યત્વે કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અમુક જિલ્લામાં જોરદાર વરસાદની શક્યતા છે. જ્યારે મુંબઈ માટે ૧૮ સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું હોઈ વરસાદની સ્થિતિ ચાલુ રહી શકે છે. મુંબઈમાં અત્યાર સપ્ટેમ્બરનો કુલ વરસાદના ૭૫ ટકા વરસાદ પડી ચૂક્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ લગભગ ૩૬૦ મિલીમિટર વરસાદ પડે છે, જેમાંથી સાંતાક્રુઝ વેધશાળાએ અત્યાર સુધીામં ૨૬૮ મિ.મિ. વરસાદ નોંધ્યો છે. હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ આગામી બે અઠવાડિયામાં મુંબઈ તેના માસિક વરસાદને પહોંચી વળે એવી શક્યતા છે. ઑગસ્ટ મહિનાથી વિપરીત આ મહિનો તુલનાત્મક રીતે ઘણો ભીનો રહ્યો છે. ગયા મહિને કુલ ૧૭૭ મિ.મિ. વરસાદ પડ્યો હતો, જે તેના માસિક સરેરાશ ૫૬૬.૪ મિ.મિ. વરસાદના લક્ષ્યાંકને પહોંચી વળવામાં અસમર્થ રહ્યો હતો.
ઑગસ્ટ મહિનો લગભગ કોરો ગયા બાદ ખેડૂતોને સપ્ટેમ્બરમાં વરસાદ પડવાની આશા હતી. જોકે સપ્ટેમ્બર મહિનાનું લગભગ પખવાડિયું વીતી ગયું છે, છતાં મુંબઈ સહિત રાજ્યમાં સંતોષજનક વરસાદ પડ્યો નથી. ત્યારે ભારતીય હવામાન ખાતાએ તેની પાંચ દિવસની આગાહીમાં મુંબઈમાં ૧૭ સપ્ટેમ્બર, રવિવારે અમુક સ્થળોએ છૂટાછવાયાથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો ૧૮ સપ્ટેમ્બરના મધ્યમ વરસાદની અપેક્ષા છે. મંગળવારથી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતું ગ્રીન ઍલર્ટ છે.
ભારતીય હવામાન ખાતાએ રવિવાર, ૧૭ સ્પટેમ્બર માટે થાણે અને પાલઘર જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે,
રાજ્યમાં આગામી પાંચ દિવસ મુખ્યત્વે કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અમુક જિલ્લામાં જોરદાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ જુદા જુદા જિલ્લા માટે ઑરેન્જ, યલો ઍલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર મહારાષ્ટ્રના નાસિક, જળગાંવ, ધુળે, નંદુરબાર, કોંકણના થાણે અને પાલઘર જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશના પશ્ર્ચિમ-મધ્ય અને તેની પડોશના રાજ્ય પર સર્જાયેલું નીચા દબાણનું ક્ષેત્ર હવે તેની નજીકના દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?