મહારાષ્ટ્રમાં આ 7 નેતાઓને લોટરી લાગી, આજે MLC પદના લેશે શપથ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં, રાજ્યપાલ દ્વારા નામાંકિત 7 વિધાન પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં બપોરે 12 વાગ્યે યોજાશે. આ સમારોહ ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી મંજૂરી મળ્યા બાદ સોમવારે આ ફાઇલ રાજ્યપાલને મોકલવામાં આવી હતી અને મોડી રાત્રે રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી.
| Also Read: આચારસંહિતા લાગુ થતા પહેલા જ મહાયુતિના 7 નેતાઓ વિધાન પરિષદના સભ્ય બનશે
શપથ લેનારાઓમાં ભાજપના ચિત્ર કિશોર વાળા, વિક્રાંત પાટીલ અને ધાર્મિક નેતા બાબુસિંહ મહારાજ રાઠોડનો, NCP (અજિત પવાર જૂથ)ના પંકજ છગન ભુજબળ, ઇદ્રીસ ઇલ્યાસ નાયકવાડી તેમ જ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના હેમંત શ્રીરામ પાટીલ અને શ્રીમતી. મનીષા કાયંદેનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર શે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે એક ઔપચારિક પત્ર જારી કરીને જણાવ્યું છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની જાહેરાત કરવામાં આવશે.
| Also Read: આજે થશે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીજંગનો શંખનાદ, આટલા વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેનું રાજકીય વાતાવરણમાં હાલમાં ગરમી છે. રાજ્યો ઉપરાંત આ ચૂંટણીની અસર રાષ્ટ્રીય રાજનીતિ પર પણ થવાની છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે.