છત્રપતિ સંભાજી નગર: મરાઠવાડા મુક્તિસંગ્રામના ૭૫ વર્ષ નિમિત્તે રાજ્યના પ્રધાન મંડળની બેઠકનું આયોજન છત્રપતિ સંભાજી નગરમાં કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારએ સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાને મરાઠવાડા માટે ૫૯ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું
હતું.
એકનાથ શિંદેએ મરાઠવાડાના ૩૫ સિંચાઈ પ્રકલ્પને માન્યતા આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અમે જે પણ ઘોષણા કરીએ છીએ એને અમલમાં પણ મૂકીએ છીએ એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કેટલીક નદીઓના પાણી વાળી એને ગોદાવરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને માટે ૧૩ હજાર કરોડ રૂપિયાના ખર્ચની ધારણા છે. સાર્વજનિક બાંધકામ માટે ૧૨,૯૩૮ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું પણ શિંદેએ જણાવ્યું હતું. ઉ
