આમચી મુંબઈમહારાષ્ટ્ર

હિંગોલીમાં ઓપરેશન બાદ ૪૩ મહિલાઓને ઠંડીમાં જમીન પર સુવડાવવામાં આવી…

મુંબઈ: હિંગોલીમાં આરોગ્ય સેવાનો રેઢિયાળ કારભાર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ઓપરેશન કર્યા બાદ ૪૩ મહિનાને ભરઠંડીમાં જમીન પર સુવડાવવામાં આવી.

આ પણ વાંચો : 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર ભાજપનું શિરડીમાં સંમેલન: શાહ, નડ્ડા હાજરી આપશે…

૧૩મી ડિસેમ્બરે કુટુંબ કલ્યાણ યોજના શિબિરમાં મહિલાઓને કડકડતી ઠંડીમાં જમીન પર સુવડાવવામાં આવી હતી. આ અંગેનો વીડિયો વાઇરલ થતા ઘટના પ્રકાશમાં આવી હતી.

ઓપરેશન બાદ મહિલાઓને સુવડાવવા માટે બેડની વ્યવસ્થા ન હોવાને કારણે તેમને જમીન પર સુવડાવવામાં આવી હતી.
કળમનુરી તાલુકાના આખાડા બાલાપુર ગ્રામીણ વિસ્તારમાં શુક્રવારે મહિલાઓ પર કુટુંબ નિયોજન હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે ૪૩ મહિલાને જમીન પર સુવડાવવામાં આવી હતી. કડકડતી ઠંડીમાં મહિલાઓને જમીન પર સુવું પડ્યું હતું. આ ઘટના બાદ લોકોએ આરોગ્ય વિભાગ પર રોષ વ્યક્ત કર્યો હતો.

ઓપરેશન બાદ સ્વચ્છતા અંગે પણ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ ઘટના બાદ હૉસ્પિટલ અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મુંબઈના રસ્તા હલકી ગુણવત્તાના બનાવ્યા તો કૉન્ટ્રેક્ટરો સામે કાર્યવાહી

વિધાનસભ્ય સંતોષ બાંગરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ તરફથી કોઇ બેજવાબદારી દાખવવામાં આવી નથી. અહીંના આરોગ્ય કેન્દ્ર, હૉસ્પિટલોની ઘણીવાર મુલાકાત લેવામાં આવી છે. મહિલાઓની સંખ્યા વધુ હતી અને સમય ઓછો હતો તેથી જમીન પર ગાદી પાથરીને મહિલાઓ માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button