આમચી મુંબઈટોપ ન્યૂઝ

પહેલી અને બીજી જૂનના Central Railway પર 36 કલાકનો મેગા બ્લોક, 600 Local Train Cancel

મુંબઈઃ વેકેશનના સમયે જો ફેમિલી કે મિત્રો સાથે આ અઠવાડિયાના અંતમાં મુંબઈ દર્શન કે હેન્ગ આઉટ કરવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો. મધ્ય રેલવે દ્વારા પહેલી અને બીજી જૂનના 36 કલાકના મેગા બ્લોક હાથ ધરવાની જાહેરાત (Central Railway Announce 36 Hours Megablock on 1st And 2nd June) કરવામાં આવી છે. જેને મધ્ય રેલવે પર મેન લાઈન તેમ જ હાર્બર લાઈન પર ટ્રેનોના ધાંધિયા જોવા મળશે.

મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આ મેગા બ્લોકને શનિવાર અને રવિવારે ભાયખલા-સીએસએમટી (Train Cancel Between Byculla And CSMT) અને હાર્બર લાઈન પર વડાલા-સીએસએમટી (On Harbour Line Wadala-CSMT) વચ્ચે ટ્રેનો રદ કરવામાં આવશે અને લગભગ 600 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાની લાઈફલાઈન છે. જો સવારે કે સાંજે ધસારાના સમયે લોકલ 10-15 મિનિટ પણ મોડી પડે તો પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. હવે આવી પરિસ્થિતિમાં વેકેશનના સમયગાળામાં મધ્ય રેલવે પહેલી અને બીજી જુનના 36 કલાકનો મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે આશરે આ દિવસોમાં 600 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 100 જેટલી લાંબા અંતરની ટ્રેનો પર પણ એની અસર જોવા મળશે.

Also Read – પાલઘર યાર્ડમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, WR સેવાઓ પ્રભાવિત

મધ્ય રેલવેના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મધ્ય રેલવે દ્વારા સીએસએમટી સ્ટેશનના નૂતનીકરણ (CSMT Railway Station Redevlopement)નું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય સીએસએમટી ખાતે 24 ડબાની ટ્રેનો ઊભી રહી શકે એ માટે પ્લેટફોર્મ નં.10 અને 11ની લંબાઈ વધારવાનું કામ પણ ચાલું છે જેને કારણે 36 કલાકનો આ સ્પેશિયલ બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેની મેન લાઈન અને હાર્બર લાઈન પર દરરોજ આશરે 1,810 લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે અને એમાંથી આશરે 1,299થી વધુ લોકલ ટ્રેન તો સીએસએમટીથી દોડાવવામાં આવે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન