આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશોત્સવમાં 340થી વધુ ટ્રેન દોડાવાશેઃ રેલવે પ્રધાન

10 વર્ષમાં 1,830 કિલોમીટર રેલવે નેટવર્કનું નિર્માણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેમાં સીએસએમટીથી મડગાંવ-ગોવા વચ્ચે ડાયરેક્ટ ટ્રેન દોડાવાય છે, પરંતુ ગુરુવારે પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ અને મડગાંવ વચ્ચે પહેલી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સુવિધા પશ્ચિમ રેલવેમાં વસતા લાખો કોંકણવાસીઓ અને અન્ય પ્રવાસીઓ માટે સૌથી મોટી ભેટ છે. આ વખતે ગણેશોત્સવમાં પ્રવાસીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 342થી વધુ ટ્રેન દોડાવવામાં આવશે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.

દરમિયાન રેલવે પ્રધાને કહ્યું હતું કે ગણેશોત્સવના 10 દિવસના તહેવાર નિમિત્તે મુંબઈમાંથી લાખો લોકો કોંકણમાં પોતાના માદરે વતન જશે, તેથી કોંકણવાસીઓની સુવિધા માટે નવી ટ્રેન શરુ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન 300 સ્પેશિયલ ટ્રેનની ડિમાન્ડ હતી, તેથી આ વખતે 342થી વધુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ બાંદ્રા ટર્મિનસથી મડગાંવ વચ્ચે દ્વિસાપ્તાહિક ટ્રેનની વીડિયો લિંક મારફત ટ્રેનના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુંબઈથી ગોવા વચ્ચેની વધુ એક ટ્રેનને ક્નેક્ટિવિટી મળવાથી મુંબઈથી ગોવા જનારા પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક બનશે.

આ પણ વાંચો : પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી: સુધરાઈએ ૫,૭૭,૦૦૦ કિલો શાઢુ માટી આપી મફતમાં, માટી માટે ૭૦૦થી વધુ અરજી

મહારાષ્ટ્રના રેલવે નેટવર્ક અંગે વાત કરતા રેલવે પ્રધાને કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રમાં 1,830 કિલોમીટરના રેલવે નેટવર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે શ્રીલંકાના રેલવે નેટવર્ક કરતા પણ વધારે છે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 81,580 કરોડ રુપિયાના મૂલ્યના 5,877 કિલોમીટરના 41 રેલવે પ્રોજેક્ટને પાર પાડવા માટે કમર કસવામાં આવી રહી છે.
મધ્ય રેલવેના હેરિટેજ રેલવે સ્ટેશન સીએસએમટીને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના માફક ડેવલપ કરવામાં આવશે. હાલના તબક્કે મહારાષ્ટ્રમાં 5,600 કરોડના રુપિયાના ખર્ચે 318 ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.

મુંબઈના વિવિધ પેન્ડિંગ પ્રોજેક્ટ માટે જંગી ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. લગભગ બારેક સબર્બનના વિવિધ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવામાં આવશે. 16,240 કરોડ રુપિયાના રોકાણવાળા પ્રોજેક્ટથી મુંબઈગરાની ટ્રેનની મુસાફરી વધુ સુવિધાજનક બનશે, એમ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો