મંત્રાલયની સુરક્ષા માટે ૩૪ ટકા વધારાની પોલીસ જયારે મુંબઈ ટ્રાફિક પોલીસમાં ૩૪ ટકા જગ્યાઓ ખાલી
મુંબઈ: તાજેતરમાં જાણવા મળ્યું છે કે મુંબઈગરાંની સુરક્ષા માટે તહેનાત પોલીસ દળની મંજૂર સંખ્યા કરતા ૩૦ ટકા ઓછી છે, જ્યારે મંત્રાલયની સુરક્ષા માટે ૩૪ ટકા વધારાના પોલીસ તહેનાત કરવામાં આવી છે. મુંબઈ એક મોટું નાણાકીય હબ છે અને તેની વસ્તી દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ શહેરનું સંચાલન કરવા માટે જરૂરી પોલીસ દળમાં વધારો થયો નથી.આંકડા મુજબ, ૨૦ ટકા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની જગ્યાઓ ખાલી છે. મુંબઈ પોલીસ દળમાં ડેપ્યુટી કમિશનરની ૪૨ મંજૂર જગ્યાઓ છે અધિકાર કાર્યકર્તા જિતેન્દ્ર ઘડગેને મળેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે આમાંથી નવ જગ્યાઓ ખાલી છે. આ સિવાય મુંબઈમાં સબ ઈન્સ્પેક્ટર ઑફ પોલીસની ૧૯૭૮ મંજૂર જગ્યાઓ છે જેમાંથી ૪૦૪ જગ્યાઓ ખાલી છે. સબ-ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ગુનાઓની તપાસ માટે જવાબદાર છે. સબ-ઇન્સ્પેક્ટરની ૨૦ ટકા જગ્યાઓ ખાલી છે, જેના કારણે ગુના ઉકેલવામાં અસર પડી રહી છે. દક્ષિણ મુંબઈમાં ખૂબ મહત્વના લોકો રહે છે. ત્યાં પણ ૧૮૪૭ જગ્યાઓ ખાલી છે. રસપ્રદ વાત એ છે કે, મંત્રાલયની સુરક્ષા માટે ૩૮૫ પોલીસ પોસ્ટને મંજૂરી આપવામાં આવી છે, ત્યાં ૩૪ ટકા વધુ એટલે કે ૫૧૯ પોલીસ અધિકારીઓ છે. બીજી તરફ પરિવહન વિભાગમાં ૩૪ ટકા જગ્યાઓ ખાલી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ ફોર્સ માટે ૩૮૩૫ મંજૂર પોસ્ટ છે ત્યાં ૧૩૨૬ જગ્યાઓ ખાલી છે. નાણાકીય ગુના શાખાની સ્થિતિ પણ એવી જ છે. ત્યાં પણ જુનિયર ઓફિસરની ૪૭ ટકા જગ્યાઓ ખાલી છે. સ્થાનિક સશ પોલીસ દળ કોળે -કલ્યાણમાં સૌથી વધુ ૯૦ ટકા એટલે કે ૧૦૦૩ મંજૂર પોસ્ટમાંથી ૯૦૨ જગ્યાઓ ખાલી છે. સરકારે મુંબઈના ટ્રાફિકને મેનેજ કરવા કરતાં મંત્રાલય અને વીઆઈપી સુરક્ષાને વધુ મહત્વ આપ્યું છે. જિતેન્દ્ર ગાડગેએ માંગણી કરી છે કે સરકાર નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા આપે અને ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરે.