આમચી મુંબઈ

સોમવારે ૩૨,૭૮૪ લોકોએ લીધી રાણીબાગની મુલાકાત

દિવાળીની રજા ફળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં સોમવારે દિવાળીના બીજા દિવસે ૩૨,૭૮૪ મુલાકાતીઓની ભીડ ઉમટી પડી હતી. એક જ દિવસમાં પાલિકાને ૧૨.૨૮ લાખ રૂિ પયાની આવક પણ થઈ હતી.
મુંબઈગરા જ નહીં પણ પર્યટકોના પણ માનીતા પ્રાણી સંગ્રહાલયમાં સામાન્ય રીતે જાહેર રજાઓ અને વેકેશન દરમિયાન મોટી માત્રામાં ભીડ ઉમટતી હોય છે. પાલિકા પ્રાણી સંગ્રહાલયમાં નવા વિદેશી પ્રાણીઓના અનેક વિદેશી પ્રાણીઓને લાવી છે. ઉનાળાના વેકેશન દરમિયાન મગર અને ઘરિયાલને અંડર વોટર ગેલેરીમાં જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેને કારણે પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે.
પહેલી એપ્રિલથી ૧૨ નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં લગભગ ૧૬,૪૪,૮૧૨ મુલાકાતીઓ નોંધાયા છે અને ૬.૫૮ કરોડ રૂપિયાની આવક થઈ છે. પ્રાણીસંગ્રહાલયના અધિકારીના જણાવ્યા મુજબ ભીડને ધ્યાનમાં રાખીને
મહિલાઓને અસુવિધા થાય નહીં તે માટે તેમની માટે અલગ ટિકિટ વિન્ડોની વ્યવસ્થા કરી હતી. એ ઉપરાંત અમે ભીડને નિયંત્રિત રાખવા માટે વધારાના સિક્યોરિટી ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા હતા.
દિવાળીના દિવસોમાં એટલે કે ૧૦થી ૧૩ નવેમ્બર વચ્ચે પ્રાણી સંગ્રહાલયની ૫૯,૯૨૫ લોકોએ મુલાકાત લીધી હતી. તો અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મુલાકાતીઓ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ નોંધાયા હતા અને એક દિવસમાં ૨૩.૨૬ લાખ રૂપિયાની આવક થઈ હતી.
સામાન્ય રીતે દર બુધવારે પ્રાણી સંગ્રહાલયને સફાઈ અને જાળવણીના કામ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે બુધવારે ભાઈબીજ છે અને રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ શકે તે માટે ૧૫ નવેમ્બર, બુધવારના ખુલ્લુ રાખવામાં આવવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button