આમચી મુંબઈ

પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાંથી ૩૧૪ ઘરેણાં પગ કરી ગયાં

દેવસ્થાન સમિતિના કારભાર પર સવાલ ઊઠ્યા: એસઆઈટી તપાસની મહાસંઘે માગણી કરી

પંઢરપુર: કરોડો ભાવિકોનું શ્રદ્ધાસ્થાન, ગરીબોના દેવની ઓળખ જેની થાય છે એવા પંઢરપુરના શ્રી વિઠ્ઠલ-રુકિમણીના અત્યંત પ્રાચીન અને અમૂલ્ય ગણાતા એવાં ૩૧૪ સોના-ચાંદીનાં ઘરેણાં મંદિર સમિતિના સરવૈયામાં નોંધયાં જ નથી. આથી આ ઘરેણાં ગાયબ થઇ ગયાં છે કે શું એવી શંકા ઊપજી છે. મંદિર સમિતિના કારભારની રાજ્યની સીઆઈડીની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) તપાસ કરાવવી અને દોષિત પર તત્કાળ ગુનો નોંધવો, એવી માગણી મંદિર મહાસંઘે કરી છે.
થોડા દિવસ પહેલાં કુલસ્વામિની આઈ શ્રી તુળજાભવાનીનાં ઘરેણાં ગાયબ થયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. હવે પંઢરપુરના વિઠ્ઠલ-રુકિમણીનાં ઘરેણાંની નોંધ જ નથી. આ ઘટનાને કારણે ભાવિકોમાં રોષ ભભૂક્યો છે. આ અંગે શુક્રવારે મંદિર મહાસંઘના સ્ટેટ કો-ઓર્ડિનેટર સુનીલ ઘનવટે પત્રકાર પરિષદમાં અનેક ગંભીર આરોપો કર્યા હતા. આ સમયે વારકરી સંપ્રદાય પાઈક સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા રામકૃષ્ણ વીર મહારાજ, શ્રી વિઠ્ઠલ-રુકિમણી મંદિર સંરક્ષણ એક્શન સમિતિના અધ્યક્ષ ગણેશ લંકે, તુળજાપુરના પૂજારી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ કિશોર ગંગણે અને હિંદુ જનજાગૃતિના રાજન બુણગે હાજર હતા.
વિધાનસભાના શિયાળુ સત્રમાં શ્રી વિઠ્ઠલ-રુકિમણી મંદિરના ૨૦૨૧-૨૨નું વાર્ષિક ઓડિટનો અહેવાલ સરકારને રજૂ કરવામાં આવ્યો હતો.

ગૌશાળામાં ગાયોની નોંધણી પણ નથી
મંદિર સમિતિની ગૌશાળામાં ગાયોની પણ નોંધ રાખવામાં આવી નથી. ગૌશાળામાં કચરો, ભંગાર અને તેલના ડબ્બાઓને રાખવામાં આવ્યા છે. ગૌશાળામાંની ગાયોથી પ્રાપ્ત થતા દૂધની પણ નોંધ નથી. ગાયોનો વીમો પણ કાઢવામાં આવ્યો નથી.ડોનેશન રૂપમાં આવતાં ઘરેણાંને પ્લાસ્ટિકની થેલીમાં રાખવામાં આવે છે. મંદિરમાં ભાવિકો તરફથી ડોનેશન રૂપે સોના-ચાંદીનાં ઘરેણાં આવતાં હોય છે. જોકે તેની કોઇ પ્રકારની તકેદારી રાખવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું. કહેવાય છે કે ડોનેશન રૂપે આવતાં ઘરેણાંને પ્લાસ્ટિકની થેલીમાં રાખી દેવામાં આવે છે. ડોનેશનની કોઇ રશીદ પણ આપવામાં આવતી ન હોવાનું બહાર આવ્યું છે. ચેરિટી કમિશનરના માપદંડ અનુસાર બજેટ પણ કાઢવામાં આવતું નથી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button