૩૦૦ ભક્તો પગપાળા અયોધ્યા જવા રવાના | મુંબઈ સમાચાર

૩૦૦ ભક્તો પગપાળા અયોધ્યા જવા રવાના

રામ મંદિર માટે શિંદેએ વડા પ્રધાનનો આભાર માન્યો

થાણા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું બાંધકામ કરી કરોડો દેશવાસીઓનાં સપનાં સાકાર કરવા બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. અયોધ્યા જવા પગપાળા નીકળેલા ૩૦૦ ભક્તજનોને વિદાય આપતી વખતે આયોજિત એક કાર્યક્રમમાં શિંદે વક્તવ્ય આપી રહ્યા હતા. આ ભક્તજનો ૪૭ દિવસમાં અયોધ્યા પહોંચશે એવી ધારણા છે. શિંદેએ જણાવ્યું હતું કે ‘રામ મંદિરનું બાંધકામ કરી કરોડો લોકોના સપનાં ફળીભૂત કરવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પ્રત્યે આભાર પ્રગટ કરું છું.’

શિવસેનાના સ્થાપક સ્વર્ગીય બાળ ઠાકરેની પણ મનોકામના હતી કે અયોધ્યામાં ભવ્ય મંદિરનું બાંધકામ થાય એ વાત પર જોર આપી રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘પવિત્ર નગરીની કાયાપલટ થઈ ગઈ છે અને વિશ્ર્વનું વિશિષ્ટ યાત્રાધામ બની ગયું છે. ૨૨ જાન્યુઆરીએ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મૂર્તિનો અભિષેક કરવામાં આવશે ત્યારે અમે પણ દર્શન કરી મંદિરની ભવ્યતાને માણીશું.’ તેમણે ૩૦૦ પદયાત્રીઓની શ્રદ્ધાને બિરદાવી હતી. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button