આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં મોટરમેનની ૩૦ ટકા જગ્યાઓ ખાલી

મુંબઈ: મધ્ય રેલવેના મુંબઈ સેક્શનમાં જટિલ અને વળાંકવાળા રેલવે ટ્રેકને કારણે આ રુટ પરથી લોકલ ચલાવવી એ ખૂબ જ અઘરું કામ છે. જેના કારણે મોટરમેનો ભારે તણાવમાં છે અને મોટરમેનના મોત થઈ રહ્યા હોવાની ઘટના ઘટી રહી છે.
વધુમાં, મોટરમેનની લગભગ ૩૦ ટકા જગ્યાઓ ખાલી છે, જેના કારણે બાકીના મોટરમેન પર કામનું દબાણ વધી રહ્યું છે.

માહિતી અધિકાર કાર્યકર્તા અજય બોસ દ્વારા મળેલી માહિતી અનુસાર, મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં ૧,૦૭૬ મંજૂર પોસ્ટમાંથી માત્ર ૭૬૩ મોટરમેન કાર્યરત છે. બાકીની ૩૧૩ જેટલી મોટરમેનની જગ્યાઓ ખાલી હોવાથી અન્ય મોટરમેનને લોકલ રાઉન્ડ ચલાવવા માટે વધારાના કલાકો કામ કરવું પડી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button