આમચી મુંબઈ

ધૂળને નિયંત્રણમાં લાવવા ૨૫ મોબાઈલ મિસ્ટિંગ વાહનો ભાડા પર લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરમાં રહેલા ધૂળને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએવધુ ૨૫ મોબાઈલ મિસ્ટિંગ યુનિટ ભાડા પર લેવાની છે, તે માટે બે અલગ અલગ કંપનીને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ મશીનો ભાડા પર લેવા માટે પાલિકા ૬.૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

મુંબઈમાં ચોમાસા બાદ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અને ધૂળને રોકવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત ૩૦ મિસ્ટિંગ યુનિટ ખરીદવાની હતી, જોકે આ યોજના પર હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.

આ મશીનો માત્ર ઉત્તરના રાજ્યમાં જ ઉપલબ્ધ છે, તેથી તેની ડિલીવરી મળવામાં વિલંબ થવાની શક્યતાને પગલે ડિસેમ્બર, ૨૦૨૩માં ૨૦ મિસ્ટ મશીન ભાડા પર લેવાનો પ્રસ્તાવને પ્રશાસને મંજૂરી આપી હતી. તે મુજબ એક કંપની પાસેથી ૧૩ મશીન અને બીજા મશીન પાસેથી ૧૨ મશીન ભાડા પર લેવામાં આવવાના છે. જો કૉન્ટ્રેક્ટર સમયસર મશીન આપવામાં નિષ્ફળ ગયો તો તેને પ્રતિ દિનના પ્રતિ વાહન પાછળ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. આ મશીનો મુંબઈના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button