આમચી મુંબઈ

ચેંબુર, ગોંવડીમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગુરુવાર ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અમલમાં આવવાનો છે ત્યારે એ પહેલા મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ તરફથી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં હાલ મોટા પાયા પર પાણીની પાઈપલાઈન બદલવાના કામ હાથ ધરવામાં આવ્યા છે, જે હેઠળ બુધવારથી ગુરુવાર સુધી એમ-પૂર્વ અને એમ-પશ્ર્ચિમ વોર્ડમાં પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી આ બંને વોર્ડમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

પાલિકાના જણાવ્યા મુજબ બી.ડી. પાટીલ માર્ગ, વાશીનાકા પાસે ૪૫૦ મિલીમીટર અને ૭૫૦ મિલીમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનને જોડવાનું કામ કરવામાં આવવાનું છે. તેથી બુધવાર ૨૯ મે, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર, ૩૦ મે, ૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા ૨૪ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

એમ-પૂર્વ વોર્ડમાં લક્ષ્મી કોલોની, રાણે ચાલ, નિત્યાનંદ બાગ, તોલારામ કોલોની, શ્રીરામ નગર, જે.જે.વાડી, શેઠ હાઈટ્સ, ડોંગરે પાર્ક, ટાટા કોલોની, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ કોલોની, એચ.પી. સી.એલ. કોલોની, ગવાણપાડા, એચ.પી.સી.એલ. રિફાયનરી, ઈંડિયન ઓઈલ કૉર્પોરેશન, ટાટા પાવર થર્મલ પ્લાન્ટ, બી.એ.આર. સી. વરુણ બેવરેજેસ વિસ્તારનો સમાવેશ થાય છે.

એમ-પશ્ર્ચિમ વોર્ડમાં માહુલ વિલેજ, આંબાપાડા, જિજામાતા નગર, વાશી નાકા, મૈસુર કોલોની, ખાડી મશીન, આર.સી. માર્ગ, શહાજી નગર, કલેક્ટર કોલોની, સિંધી કોલોની, લાલડોંગર, સુભાષચંદ્ર બોસ નગર, નવજીવન સોસાયટી, ઓલ્ડ બરાક વિસ્તારનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button