આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં બુધવારે 24 કલાક પાણી પુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા ડોકયાર્ડ રોડ પાસે 1,200 મિલીમીટર વ્યાસની જૂની પાઈપલાઈનનું કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર સવારના 10 વાગ્યાથી ગુરુવાર સવારના 10 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ઈ ' વોર્ડમાં પાણીપુરવઠામાં રહેલી સમસ્યા દૂર કરવાની લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. તે મુજબ ડૉકયાર્ડ રોડમાં નવા નગરમાં રહેલી જૂની અને જર્જરિત 1,200 મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને બંધ કરીને તેને ઠેકાણે 1,200 વ્યાસની નવી પાઈપલાઈન ચાલુ કરવામાં આવવાની છે. આ કામ માટે ભંડારવાડા રિઝર્વિયર જનારી જૂની 1,200 મિ.મી. વ્યાસની પાઈપલાઈન પર કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર, 17 જાન્યુઆરીના સવારના 10 વાગ્યાથી ચાલુ થશે અને ગુરુવાર, 18 જાન્યુઆરી સવારના 10 વાગ્યા સુધી ચાલશે. આ કામ 24 કલાક ચાલશે. આ કામ દરમિયાન એ, બી અને ઈ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો 24 કલાક માટે બંધ રહેશે. તો જે.જે. હૉસ્પિટલ પરિસરમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. એ’ વોર્ડમાં નેવલ ડૉકયાર્ડ, સેંટ જ્યોર્જ હૉસ્પિટલ, પી.ડિમેલો રોડ, રામગઢ ઝૂંપડપટ્ટી, આરબીઆઈ, નેવલ ડોકયાર્ડ, શહીદ ભગતસિંહ માર્ગ, જી.પી.ઓ જંકશનથી રિગલ સિનેમા સુધીના વિસ્તારમાં ગુરુવાર, 18 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
ભાયખલા (પશ્ચિમ)માં નેસબીટ ઝોન, એન.એમ. જોશી માર્ગ, મદનપુરા, કમાઠીપુરા, એમ.એસ.અલી માર્ગ, એમ.એ. માર્ગ, અગ્રીપાડા, ટૅંક પખાડી માર્ગ, ક્લેઅર રોડ, સોફિયા ઝુબેર માર્ગ વિસ્તારમાં ગુરુવાર, 18 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
ડૉકયાર્ડ રોડ ઝોન, બેરિસ્ટર નાથ પૈ માર્ગ, ડિલિમા સ્ટ્રીટ, ગનપાવડર રોડ, કાસાર ગલી, લોહારખાતા, કોપરસ્મિથ માર્ગ વિસ્તારમાં બુધવાર, 17 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
હાથીબાગ માર્ગ, શેઠ મોતીશાહ લેન, ડિ.એન. સિંઘ માર્ગ વિસ્તાર, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ઝોન, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, દારૂખાના વિસ્તાર, રે રોડ ઝોન, બેરિસ્ટર પૈ માર્ગ, એટલાસ મિલ વિસ્તાર, ઘોડપદેવ ક્રોસ લેન 1-3 વિસ્તારમાં બુધવાર, 17 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
એ સિવાય ભાયખલા (પૂર્વ)માં માઉન્ટ માર્ગ, રામભાઉ ભોગલે માર્ગ, ફેર બંદર નાકા, વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન (રાણીબાગ), ઘોડપદેવ નાકા, મ્હાડા કૉમ્પ્લેક્સ, ટી.બી. કદમ માર્ગ, સંત સાવતા માર્ગ વિસ્તારમાં બુધવાર, 17 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
`બી’ વોર્ડમાં બાબૂલા ટેન્ક ઝોન, મોહમ્મદ અલી રોડ, ઈબ્રાહીમ રહિમતુલા માર્ગ, ઈમામવાડા માર્ગ, ઈબ્રાહિમ મર્ચન્ટ માર્ગ, યુસૂફ મેહેર અલી માર્ગ, ડોંગરી, નૂરબાગ, રામચંદ્ર ભટ્ટ માર્ગ, સૅમ્યુલ રોડ, કેશવજી નાઈક માર્ગ, નરસી નાથા સ્ટ્રીટમાં ગુરુવાર, 18 જાન્યુુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.
ઉમરખાડી, વાલપખાડી, રામચંદ્ર ભટ્ટી માર્ગ, સમતાભાઈ નાનજી માર્ગ, શાયદા માર્ગ, નૂરબાગ અને ડૉ. મહેશ્વરી માર્ગ, સેન્ટ્રલ રેલવે યાર્ડ, વાડી બંદર, પી. ડિમેલો રોડ, નંદલાલ જૈન માર્ગ, લીલાધર શાહ માર્ગ, દાનાબંદર, સંત તુકારામ માર્ગ, આઝાદ મેદાન બુસ્ટિંગમાં બુધવાર, 17 જાન્યુઆરીના પાણીપુરવઠો બંધ રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત