૧૦ મહિનામાં ૨,૩૬૬ ખેડૂતોએ આત્મહત્યા કરી | મુંબઈ સમાચાર

૧૦ મહિનામાં ૨,૩૬૬ ખેડૂતોએ આત્મહત્યા કરી

નાગપુર: રાહત અને પુનર્વસન પ્રધાન અનિલ ભાઈદાસ પાટીલે ગુરુવારે કૉંગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં રાજ્યની વિધાનસભાને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે ૨,૩૬૬ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે .

અહેવાલ મુજબ અમરાવતી મહેસૂલ વિભાગમાં આવા મૃત્યુની સૌથી વધુ સંખ્યા ૯૫૧ નોંધાઈ છે, ત્યારબાદ છત્રપતિ સંભાજીનગર વિભાગમાં ૮૭૭, નાગપુર વિભાગમાં ૨૫૭, નાસિક વિભાગમાં ૨૫૪ અને પુણે વિભાગમાં ૨૭ ખેડૂતોએ જીવનનો અંત આણ્યો.

તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ખેડૂતોના પરિજનોને ૧ લાખ રૂપિયા આપે છે. (પીટીઆઈ)

Back to top button