અંધેરી પશ્ચિમમાં ફૂટપાથ પરથી ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓને હટાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ચિમ)માં રામ ગણેશ ગડકરી રોડ (ઈર્લા રોડ) પરિસરમાં રહેલા લગભગ ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓ તથા ફૂટપાથ પર ગેરકાયદે કરેલા અતિક્રમણને પાલિકાના કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને હટાવવામાં આવ્યા હતા.
અંધેરી પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદર રોડ(એસ.વી.રોડ) અને ગુલમોહર રોડને જોડી આવેલા તેમ જ કૂપર હૉસ્પિટલની નજીક આવેલા રામ ગણેશ ગડકરી રોડ પરથી ફૂટપાથ પર અતિક્રમણ કરીને ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યા હતા. તેમ જ આ પરિસરમાં ગેરકાયદે રીતે ફેરિયાઓએ દુકાનો પણ ઊભી કરી હતી. તેથી કુપર હૉસ્પિટલમાં ઈમરજન્સી દર્દીને લઈને આવતી ઍમ્બ્યુલન્સને પ્રવેશ કરવામાં અડચણ આવતી હતી.
તેથી પાલિકાના કે-પશ્ચિમ વોર્ડ દ્વારા આ બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓ અને ફૂટપાથ પરના બાંધકામને હટાવી દેવામાં આવ્યા હતા. પાલિકાની આ કાર્યવાહીમાં અતિક્રમણ વિભાગના ચાર વાહનો, ચાર જેસીબી સહિત ૧૦૦થી વધુ કર્મચારી-અધિકારીઆ જોડાયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પડી હતી.
આ પણ વાંચો પીક અવર્સમાં સેન્ટ્રલ લાઈનની ટ્રેનો મોડી પડી થાણેમાં રેલવે ટ્રેક પાસે કચરામાં આગ



