Saif Ali Khan પર હુમલો કરનારાને ઝડપવા 20 ટીમો બનાવવામાં આવી
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગઈકાલે તેના ઘરમાં હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. તેને પકડવા મુંબઈ પોલીસે 20 ટીમો બનાવી છે. દરેક ટીમને અભિનેતા પર હુમલો કરનારાને શોધવા અલગ અલગ ટાસ્ક આપવામાં આવી છે. પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટના મામલાનો કેસ નોંધ્યો છે.
હુમલાખોરે એક કરોડ માંગ્યા
સૈફના ઘરમાં કામ કરતી સ્ટાફ નર્સે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું, હુમલાખોરે પહેલા એક કરોડ રૂપિયા માંગ્યા હતા. કેસની ફરિયાદી એલિયામા ફિલિપે જણાવ્યું, હુમલાખોર સૌથી પહેલા સૈફ-કરીનાના સૌથી નાના પુત્ર જેહના રૂમમાં ઘૂસ્યો હતો. ત્યાં કોણ છે તે હું જોવા ઉઠી તો ખબર પડી કે એક ઓછી હાઇટવાળો વ્યક્તિ ત્યાંથી બહાર આવતો હતો અને જેહ તરફ આગળ વધતો હતો. તેણ મારા પર પણ હુમલો કર્યો હતો. જેમાં મને કાંડામાં ઇજા થઈ હતી. તેણે કહ્યું કે,મને એક કરોડ રૂપિયાની જરૂર છે. જે બાદ તેણે ચીસાચીસ કરતા સૈફ દોડીને ત્ટયાં આવ્યો હતો. ઘૂસણખોરે સૈફ પર પણ હુમલો કર્યો હતો.
Also read: પતિ સૈફ પર થયો હુમલો ત્યારે કરિના ક્યાં હતી?
હુમલા સમયે ઘરમાં કોણ કોણ હતું
સૈફ પર હુમલાને ગઈકાલે દિવસ દરમિયાન અનેક પ્રકારના રિપોર્ટ આવ્યા હતા. પરંતુ પોલીસ મુજબ સૈફ પર હુમલા સમયે ઘરમાં પરિવારના 4 સભ્યો અને 7 હાઉસ સ્ટાફ હાજર હતો સૈફની હાઉસ નર્સે પણ જણાવ્યું કે, હુમલાખોર બાથરૂમમાંથી નીકળ્યા બાદ જહાંગીર બાબાના રૂમ તરફ જઈ રહ્યો હતો.
FIRમાં શું શું છે
રાત્રે 2 વાગ્યાની આસપાસ હાઉસ નર્સ બાથરૂમમાં કઈંક શોર કરે છે. તેને બાથરૂમમાં એક શખ્સનો પડછાયો જોવા મળે છે અને ગભરાઈ જાય છે. ચીસાચીસ કર્યા બાદ હુમલાખોર તેના પર હુમલો કરે છે.
નર્સ ફિલિપ સૈફના નાના દીકરા જહાંગીરને તેડી લે છે. આ દરમિયાન હુમલાખોર ફિલિપ પર બ્લેડ તથા અન્ય વસ્તુથી પ્રહાર કરે છે. ફિલીપ અને જહાંગીર ચીસો પાડે છે અને બાદમાં ઘરના તમામ સભ્યો જાગી જાય છે. સૈફ-કરીનાની સાથે ઘરમાં હાજર રહેલો સ્ટાફ પણ પહોંચે છે અને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે સૈફ પર હુમલો કરે છે. હુમલાખોરને તે ઘેરાઈ રહ્યો છે તેમ લાગતાં હુમલાખોર બાથરૂમમાં સંતાઈ જાય છે. પરિવારજનો અને તેનો સ્ટાફ સૈફને સંભાળે છે ત્યારે આનો ફાયદો ઉઠાવીને બાથરૂમની બારીમાંથી નીકળીને તે ભાગી જાય છે.