થાણેમાં પહેલા માળથી પડતા બે વર્ષના બાળકનું મોત | મુંબઈ સમાચાર

થાણેમાં પહેલા માળથી પડતા બે વર્ષના બાળકનું મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના એક બિલ્ડિંગમાં પહેલા માળે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી પડી જવાથી બે વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ ઘટના બદલાપુર વિસ્તારમાં રવિવારે બપોરે બની હતી. બિલ્ડીંગના બીજા માળે બાળક પરિવાર સાથે રહેતું હતું.

ડોંબીવલી માનપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના પહેલા માળે રમતું બાળક અચાનક લપસી પડતા નીચે જમીન પર પડી ગયું હતું.

Also read: બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?

સ્થાનિક લોકોએ તેને ડોમ્બિવલીની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો એમ જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે મૃતદેહ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ ચાલુ હતી.
(PTI)

Back to top button