શોકિંગઃ વડાલામાં 19 વર્ષના યુવકે ત્રણ વર્ષના બાળકને કચડ્યું…
મુંબઈઃ વડાલા વિસ્તારમાં રસ્તા પર રમી રહેલા સાડાત્રણ વર્ષના બાળકને કારે અડફેટમાં લેતાં તેનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ વડાલામાં આંબેડકર કોલેજ નજીક શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ આરુષ તરીકે થઇ હતી.
આ પણ વાંચો : મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય…
બાળકના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ આરએકે માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી કારચાલક ભૂષણ સંદીપ ગોલે (૧૯)ની ધરપકડ કરી હતી. આરોપી સંદીપ ગોલે હુન્ડાઈ ક્રેટા ચલાવી રહ્યો હતો, ત્યારે બાળકને ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી દુર્ઘટનામાં ડ્રાઈવરની ગતિવિધિની ખબર પડી શકે.
ભૂષણ ગોલે દારૂના નશામાં નહોતો, એવું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. વડાલામાં આંબેડકર કોલેજ નજીક પરિવાર સાથે રહેતો આરુષ શનિવારે સાંજે રસ્તા પર રમી રહ્યો હતો.
દરમિયાન ભૂષણ ગોલે કાર રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે બાળક તેની અડફેટમાં આવી ગયો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો નહોતો. કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આવતા વર્ષે દાદરથી અંધેરી દરમિયાન બે દિવસ નવ કલાકનો બ્લોક…
મહારાષ્ટ્રમાં વધતા અકસ્માતો મુદ્દે પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો છે. આ અગાઉ નવમી ડિસેમ્બરના રોડ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે 42 લોકોને ઈજા પહોંચી હતી. બેસ્ટ બસના ચાલકે નિયંત્રણ ગુમાવતું મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ડ્રાઈવરની ધરપકડ કરીને તેના પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.