મેટ્રો માટે 12,000 કરોડ રૂપિયાના 19 ટેન્ડર મંજૂર એમએમઆરની પરિવહન વ્યવસ્થા સુધારવા એક મોટું પગલું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજધાની મુંબઈ શહેરની પરિવહન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આજે 12,000 કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ મહત્ત્વપૂર્ણ પગલાંમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (ચેરમેન, એમએમઆરડીએ)ના નેતૃત્વ હેઠળ અને એમએમઆરડીએના કમિશનર ડો. સંજય મુખર્જીની સક્રિય પહેલથી લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મેટ્રોનું વિસ્તરણ અને સ્માર્ટ પરિવહન વ્યવસ્થાને વેગ આપવા માટે 19 કરારોને મંજૂરી આપવામાં આવી હતી.
એમએમઆરડીએની 284મી કારોબારી સમિતિની બેઠકમાં મેટ્રો લાઇન્સ અને અટલ સેતુ સહિત વિવિધ મહત્વપૂર્ણ કાર્યો માટે કોન્ટ્રાક્ટરોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી. આ કરારોમાં સિસ્ટમ્સ, રોલિંગ સ્ટોક, સિવિલ વર્ક્સ, ટ્રેક્શન પાવર, એએફસી સિસ્ટમ્સ, ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન (એમએમઆઈ)નો સમાવેશ થાય છે.
મુખ્ય પ્રોજેક્ટ્સ અને મંજૂર કરાયેલા કરારોની યાદી
- 4,788 કરોડ રૂપિયા – મેટ્રો લાઇન 4 અને 4અ
લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના સપ્લાય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે – જેમાં રોલિંગ સ્ટોક, સીબીટીસી સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (પીએસડી) અને ડેપો સાધનોનો સમાવેશ થાય છે – અને પાંચ વર્ષ માટે વ્યાપક જાળવણીનો સમાવેશ થાય છે. - 557.55 કરોડ રૂપિયા (સુધારિત) – મેટ્રો લાઇન 4અ
ગવનપાડા અને ગાયમુખ સ્ટેશનો માટે સુધારેલી ડિઝાઇન અને સિવિલ વર્ક્સમાં સાઇટ-આધારિત ફેરફારો સાથે સુધારિત કરાર મૂલ્ય મંજૂર કરવામાં આવ્યું છે. - 188.59 કરોડ રૂપિયા – મેટ્રો લાઇન 4
એલએન્ડટીને ભક્તિ પાર્કથી મુલુંડ ફાયર સ્ટેશન વચ્ચે બેલેસ્ટલેસ ટ્રેક અને પોકેટ ટ્રેક સાથેનું કામ સોંપવામાં આવ્યું છે, જે મૂળ અંદાજ કરતા 15.72% ઓછા દરે છે. - 668.15 કરોડ રૂપિયા- મેટ્રો લાઇન 6
ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડને સ્વામી સમર્થ નગરથી ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (ઈઈએચ) સેક્શન માટે પાવર સપ્લાય, ટ્રેક્શન, ઇ એન્ડ એમ સિસ્ટમ, લિફ્ટ અને એસ્કેલેટરની ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન અને પાંચ વર્ષ માટે વ્યાપક જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. - 551.41 કરોડ રૂપિયા (સુધારિત) – એમટીએચએલ પેકેજ 4
આઈટીએસ સિસ્ટમ, ટોલ મેનેજમેન્ટ, એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ), સ્ટ્રીટ લાઇટિંગ, વહીવટી ઇમારતો અને સેન્ટ્રલ કંટ્રોલ સેન્ટર માટે સુધારિત કોન્ટ્રાક્ટ મંજૂર. - 2,269.66 કરોડ રૂપિયા – મેટ્રો લાઇન 6
રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ, ટેલિકોમ સિસ્ટમ, પીએસડી અને ડેપો સિસ્ટમના સપ્લાય અને ઇન્સ્ટોલેશન અને જાળવણી માટે એનસીસી લિમિટેડ સાથે કરાર પાંચ વર્ષ માટે. - 104.66 કરોડ રૂપિયા (સુધારિત) – મેટ્રો લાઇન 6
જનરલ ક્ધસલ્ટન્ટ માટે 680 દિવસનો વિસ્તરણ અને 39.61 ટકા ખર્ચ વધારો મંજૂર. - 535.08 કરોડ રૂપિયા- મેટ્રો લાઇન 4 અને 4અ માટે મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન (એમએમઆઈ)
4 પેકેજોમાં 32 સ્ટેશનો પર એમએમઆઈ કામ મંજૂર:
- પેકેજ 1: એન એ ક્ધસ્ટ્રક્શન – જે. કુમાર જેવી (139.71 કરોડ રૂપિયા)
- પેકેજ 2: દેવ એન્જિનિયર્સ – પીઆરએસ ઇન્ફ્રા જેવી (128.84 કરોડ રૂપિયા)
- પેકેજ 3: એન એ ક્ધસ્ટ્રક્શન (140.25 કરોડ રૂપિયા)
- પેકેજ 4: એન એ ક્ધસ્ટ્રક્શન – એસએઆરઈ જેવી (126.26 કરોડ રૂપિયા)
- 432.63 કરોડ રૂપિયા (સુધારિત) – મેટ્રો લાઇન 2અ
ડીએમઆરસીને ‘ડિપોઝિટ વર્ક’ની શરતો હેઠળ વિસ્તૃત સમયગાળા માટે અમલ માટે વધારાની ક્ધસલ્ટન્સી ફી મંજૂર કરી. - 118.28 કરોડ રૂપિયા – મેટ્રો લાઇન 9 અને 7અ
લીના પાવરટેક-ઉમેશ બ્રધર્સ જેવીને ઉત્તર-દક્ષિણ મેટ્રો લાઇન માટે ઓએચઈ, કેબલ, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને એસસીએડીએ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. - 249.97 કરોડ રૂપિયા- મેટ્રો લાઈન 4 અને 4એ
ઓરિયનપ્રો સોલ્યુશન્સ લિમિટેડને વડાલાથી ગાયમુખ સેક્શન સુધીના એએફસી સિસ્ટમ માટે પાંચ વર્ષના વ્યાપક જાળવણી સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. - 7.59 મિલિયન અમેરિકન ડોલર + 14.29 કરોડ રૂપિયા – બહુવિધ લાઈનો માટે ટ્રેક્સ સપ્લાય
મિત્સુઈ એન્ડ કંપની, નિપ્પોન સ્ટીલ, મિત્સુઈ ઈન્ડિયાનું સંયુક્ત સાહસ 1080 ગ્રેડના 6,900 મેટ્રિક ટન હેડ હાર્ડન ટ્રેક્સ સપ્લાય કરશે. - 99.99 કરોડ રૂપિયા- મેટ્રો લાઈન 2બી
પારસ રેલટેક પ્રા. લિ.ને અંધેરી વેસ્ટ અને આઈટીઓ સ્ટેશન વચ્ચે બેલેસ્ટલેસ ટ્રેક કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો (મૂળ ખર્ચ કરતાં 17.82 ટકા ઓછો). - 114.98 કરોડ રૂપિયા – ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ (આઈડીડીપી)
સેન્સિસ ટેક્નોલોજીસ પ્રા. લિ.ને સિસ્ટમના એકીકરણ માટે પસંદ કરવામાં આવી છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ર્ચિત કરશે. - 497.46 કરોડ રૂપિયા – મેટ્રો લાઈન 5 (કશેળી ડેપો સહિત)
ઈરકોન ઈન્ટરનેશનલ લિમિટેડને 220કેવી આરએસએસ, ઓએચઈ, એસસીએડીએ, ઈએન્ડએમ કામો અને ડેપો સુવિધાઓના પાંચ વર્ષના વ્યાપક જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. - 79.37 કરોડ રૂપિયા – મેટ્રો લાઈન 2બી અને 7
ડીએમઆરસીને રોલિંગ સ્ટોક અને સિગ્નલિંગ મેનેજમેન્ટ કાર્ય માટે ઓગસ્ટ 2026 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. - 70 કરોડ રૂપિયા – મેટ્રો લાઈન 9 અને 7અ
એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ – એમનેક્સ જેવીને બે વર્ષના ખામી સૂચના સમયગાળા સાથે એએફસી સિસ્ટમ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. - 77.38 કરોડ રૂપિયા- મેટ્રો લાઈન 4 અને 4અ (પેકેજ 1)
કેબીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – શ્રી મંગલમ બિલ્ડકોન જેવીને કેડબરી અને માજીવડા સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજના બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. - 129.04 કરોડ રૂપિયા – મેટ્રો લાઇન 4 અને 4અ (પેકેજ 2)
જે કુમાર – પીઆરએસ સંયુક્ત સાહસને પંતનગર, વિક્રોલી, ભાંડુપ અને વિજય ગાર્ડન મેટ્રો સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
આપણ વાંચો હિસ્સેદારો સાથે વાતચીત બાદ ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય: ફડણવીસ…
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્ર સરકાર એવી માળખાગત સુવિધાઓ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે ફક્ત આજની જરૂરિયાતોને જ નહીં પરંતુ ભવિષ્યની માગણીઓને પણ પૂર્ણ કરે. એમએમઆરડીએ દ્વારા મંજૂર કરાયેલ 12,000 કરોડ રૂપિયાથી વધુનું આ રોકાણ મુંબઈ માટે સંકલિત અને સમાવિષ્ટ પરિવહન વ્યવસ્થા તરફ એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ આર્થિક વિકાસ, શહેરી ગતિશીલતા અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.
નાયબ મુખ્ય પ્રધાન અને એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ શું કહ્યું?
એમએમઆરડીએ દ્વારા આ ઐતિહાસિક મંજૂરી મહારાષ્ટ્ર સરકારની વિશ્ર્વસ્તરીય પરિવહન માળખાગત સુવિધાઓ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. 12,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે, અમે એક સંતુલિત, ટકાઉ અને આધુનિક મેટ્રો નેટવર્ક બનાવી રહ્યા છીએ.