આમચી મુંબઈ

પાણીની ટાંકી લેશે હેંગિગ ગાર્ડન નજીકના 189 વૃક્ષોનો ભોગ

મુંબઈ: ડી-વોર્ડના વોટરવર્કસ વિભાગના નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે હેંગિંગ ગાર્ડન પાછળ ટાંકી બનાવવા આવશે. આઇકોનિક પર્યટન સ્થળના 389 વૃક્ષોમાંથી કુલ 189 વૃક્ષો બીએમસી કાપશે જ્યારે 200 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ ટાંકી 140 વર્ષ જૂના મલબાર હિલ ખાતેના જળાશયનું પુન:નિર્માણ કરવાની બીએમસીની મહત્ત્વાકાંક્ષી યોજનાનો પ્રથમ તબક્કો છે, જે ટાપુ શહેરની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બાંધવામાં આવેલા પ્રથમ કૃત્રિમ જળાશયોમાંનું એક છે.
પાણી પુરવઠા વિભાગના એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે મલબાર હિલ જળાશય પર કામ ચાલી રહ્યું હતું ત્યારે દક્ષિણ મુંબઈને અવિરત પાણી પુરવઠો આપવા માટે પ્લોટ પર કામચલાઉ 90-મિલિયન લિટર ટાંકી બનાવવામાં આવી હતી . ટાંકીનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે, જેમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ લેવલનું બાંધકામ થઈ ગયું છે.
બીએમસીના વોટરવર્કસ વિભાગે દક્ષિણ મુંબઈને પાણી પુરવઠો વધારવા માટે નવા મલબાર હિલ જળાશયની ક્ષમતા વર્તમાન 149 મિલિયન લિટરથી વધારીને 191 મિલિયન લિટર કરવાનો નિર્ણય લીધો છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ 450-કરોડ છે, અને વિભાગ હજુ પણ નિર્ધારિત પ્લોટ પર વૃક્ષો કાપવા માટે બીએમસીની ટ્રી ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.
આ પ્લોટમાં જેકફ્રૂટ, જંગલી બદામ, કેરી, કૈલાશપતિ, જાંબુ, ચાફા, અશોક, લીમડો, નાળિયેર, રીઠા અને ઘણા બધા વૃક્ષોની વિશાળ વિવિધતા છે. વનસ્પતિશાસ્ત્રીઓએ બગીચાનું સર્વેક્ષણ કર્યું છે અને તેમના કદના આધારે થોડા અશોક, જેકફ્રૂટ અને શેવગાના વૃક્ષો ક્યાં વાવી શકાય તેવો અંદાજ લગાવ્યો છે.
ગાર્ડન ડિપાર્ટમેન્ટના નિયમ મુજબ કપાયેલા દરેક ઝાડ માટે તેની જગ્યાએ ચાર વૃક્ષ વાવવા પડે છે. બીએમસીએ, અત્યાર સુધીમાં, બે એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ/નવા વૃક્ષો સાથે બદલી કરી શકાય છે. આ સ્થાનોમાંથી એક બીએમસીની ભાંડુપ કોમ્પ્લેક્સ સાઇટ છે; અન્ય ડુંગરવાડી ખાતેનો ટાવર ઓફ સાયલન્સ છે, જે બોમ્બે પારસી પંચાયત હેઠળ આવે છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button