આમચી મુંબઈ
ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બાંગ્લાદેશી પકડાયા
મુંબઈ: ભારતમાં ઘૂસણખોરી કરી મુંબઈ અને પાલઘરમાં ગેરકાયદે વસવાટ કરતા ૧૭ બંગલાદેશીને બોરીવલી પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બનાવટી દસ્તાવેજોને આધારે આધારકાર્ડ, પેનકાર્ડ અને પાસપોર્ટ મેળવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. બોરીવલી પોલીસે મળેલી માહિતીને આધારે ગુરુવારે બોરીવલી પશ્ર્ચિમમાં એલ.ટી. રોડ પર છટકું ગોઠવીને ઓમર ફારુક મોલ્લા, સુમન સરદાર અને સલમાન અયુબ ખાનને તાબામાં લીધા હતા. ત્રણેય પાસેથી બનાવટી દસ્તાવેજો મળી આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.