આમચી મુંબઈ

‘ક્રેડાઈ એમસીએચઆઈ’ દ્વારા થાણેમાં ૧૬થી ૧૯ ફેબ્રુ. સુધી ‘હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪’

હોમ ઉત્સવને નોંધપાત્ર પ્રતિસાદ મળવાની અપેક્ષા: જિતેન્દ્ર મહેતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ નજીકના ઝડપથી વિકસતા થાણે શહેરને મહત્ત્વના રિયલ એસ્ટેટ હબ તરીકે ભારતમાં નવી ઓળખ મળી છે. અત્યંત ઝડપથી પ્રગતિ કરતાં થાણે શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા અને મોટા મોટા પ્રોજેક્ટ્સ અને બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે અનેક બિલ્ડર અને ઇન્વેસ્ટરોને આકર્ષિત કર્યા છે ત્યારે આ મહિનામાં ૧૬થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય ‘હોમ ઉત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું હોવાની ક્રેડાઈ એમસીએચઆઈ (મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ હાઉસિંગ ઈન્ડસ્ટ્રી-થાણે)એ જાહેરાત કરી હતી.

થાણે શહેરમાં ઘર ખરીદવાનું સપનું જોતાં ગ્રાહકોની સહાયતા માટે છેલ્લા અનેક વર્ષોથી વિશ્ર્વાસુ રહેલા ‘ક્રેડાઈ-એમસીએચઆઇ’ દ્વારા થાણેના રેમન્ડ ગ્રાઉન્ડ ખાતે હોમ ઉત્સવનું આયોજન કર્યું છે. સપનાનું ઘર ખરીદનારા ગ્રાહકો ઉત્સવમાં પધારીને ઘર ખરીદવા કે તેની પસંદગી પણ કરી શકે છે, એમ ‘ક્રેડાઈ એમસીએચઆઈ’ થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે થાણેમાં આયોજિત આ ક્રેડાઈ-એમસીએચઆઇનું આ ૨૧મું વર્ષ છે. ૨૦૨૩થી દેશની અર્થવ્યવસ્થાને જે પ્રકારે ગતિ મળી છે, તેને કારણે થાણેમાં આ વર્ષે ફરી એક વખત રિયાલ્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે આ પ્રદર્શનમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ એકસ્પોમાં ૧૦૦ કરતાં પણ વધુ પ્રોજેકટ અને ૫૦થી વધુ બિલ્ડર અને ડેવલપર્સના વિવિધ પ્રકલ્પો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. અહીંના હોમ ઉત્સવમાં ૨૦,૦૦૦થી વધુ પરિવાર આવશે, જેથી મોટા પ્રમાણમાં ઘરોનું વેચાણ અને પ્રોપર્ટીમાં કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ થશે એવો વિશ્ર્વાસ જિતેન્દ્ર મહેતાએ વ્યક્ત કર્યો હતો.

‘હોમ ઉત્સવ: પ્રોપર્ટી એક્સ્પો ૨૦૨૪-થાણે’ આ પ્રદર્શનના માધ્યમથી ગ્રાહકોને પરવડનારા ઘરો એ પણ થાણે શહેરના અનેક ભાગોમાં દરેક પ્રકારની સુવિધા સાથે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. દેશના સૌથી ઝડપથી પ્રગતિ કરતાં ‘રિટેલ હબ’ થાણેમાં ક્રેડાઈ એમસીએચઆઈ થાણે દ્વારા ગ્રાહકોને સુરક્ષિત, માફક દરે અને સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોનની સુવિધા સાથે ઘર ખરીદવા માટે વિવિધ વિકલ્પો આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

૧૬થી ૧૯ ફેબ્રુઆરી સુધી આ ચાર દિવસનો હોમ ઉત્સવ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રાકહો માટે શરૂ રહેશે તેમ જ અહીં આવનાર દરેકને ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગ જેવી સુવિધા પણ આપવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત