આમચી મુંબઈ

૧૬ વર્ષની કિશોરી ગર્ભવતી: વડીલો અને ‘પતિ’ સામે ગુનો

થાણે: બિહારની ૧૬ વર્ષની સગીરાના ૩૫ વર્ષના પુરુષ સાથે કથિત ‘લગ્ન’ કરાવવા બદલ નવી મુંબઈ પોલીસે સગીરાના વડીલો સહિત ત્રણ જણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં જણાતાં પોલીસે બળાત્કારનો પણ ગુનો નોંધ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ સગીરા અને તેનો પરિવાર બિહારના સીતામઢી જિલ્લાનો વતની છે. અમુક મહિના અગાઉ સગીરાનાં લગ્ન ૩૫ વર્ષના પુરુષ સાથે કરાવવામાં આવ્યાં હતાં.

તાજેતરમાં સગીરા તેની બહેનપણીને મળવા નવી મુંબઈ આવી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાનાં લગ્નની જાણ થતાં બહેનપણી તેને લઈને ન્હાવાશેવા પોલીસ સ્ટેશને પહોંચી હતી.

પોલીસે સગીરાને સુધારગૃહમાં મોકલી આપી હતી.

તબીબી તપાસમાં સગીરા ચાર મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે પોલીસે વારંવાર દુષ્કર્મ બદલ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો, ચાઈલ્ડ મૅરેજ ઍક્ટ અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં સગીરાના વડીલો અને ‘પતિ’નાં નામ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગુનો બિહારમાં થયો હોવાથી કેસ સીતામઢી પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્ય હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button