ઓનલાઇન ગેમીંગના ચક્કરમાં ગઇ ટીનએજરની જાન, 14મા માળેથી ઝંપલાવ્યુ
મહારાષ્ટ્રના પુણેમાંથી ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગેમ ટાસ્ક પૂર્ણ કરવા માટે એક ટીનએજરે 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં બની હતી. ધોરણ 10માં અભ્યાસ કરતા ટીનએજરે 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ટીનએજરે એક ગેમનું ટાસ્ક પૂર્ણ કરવા માટે આ પગલું ભર્યું હતું. આ ઘટનાની સરખામણી 2017માં પ્રતિબંધિત બ્લૂ વ્હેલ ગેમ સાથે કરવામાં આવી રહી છે. બ્લુ વ્હેલ ગેમમાં ખેલાડીઓને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પોલીસને મૃતક ટીનએજરના રૂમમાંથી એક કાગળ મળ્યો છે, જેના પર એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનું કામ લખેલું છે. કાગળ પર “Logout” પણ લખેલું જોવા મળ્યું હતું. પોલીસને ગેમની કોડિંગ ભાષામાં લખેલા અન્ય ઘણા કાગળો પણ મળ્યા છે. પોલીસને શંકા છે કે કિશોરે ગેમમાં ટાસ્ક પૂરો કરવા માટે જ આત્મહત્યા કરી છે. નિક પોલીસે બાળકનું લેપટોપ જપ્ત કર્યું છે, જેને સાયબર એક્સપર્ટને સોંપવામાં આવ્યું છે.
હાલમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને ગેમ અંગે તપાસ શરૂ કરી છે. ગેમના નિર્માતાઓ અને તેમાં સામેલ લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટના 26 જુલાઈની રાત્રે પિંપરી ચિંચવડના કિવલે વિસ્તારમાં બની હતી. 15 વર્ષનો ઉમેશ અહીં તેની માતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. જ્યારે પિતા નાઈજીરીયામાં નોકરી કરે છે. મૃતકની માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર 6 મહિનાથી ગેમનો વ્યસની હતો. તે ખાવા-પીવાનું ભૂલીને કલાકો સુધી પોતાના રૂમમાં બંધ રહેતો હતો. તે એકલો એકલો વાતો કર્યા કરતો હતો. 25મી જુલાઈના રોજ તે જમવા માટે બહાર આવ્યો હતો અને જમીને તરત જ તેના રૂમમાં જતો રહ્યો હતો. નાના દીકરાને તાવ હતો એટલે હું તેની સાથે હતી. મધ્યરાત્રિનો સમય વીતી રહ્યો હતો, ત્યારે સોસાયટીના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ આવ્યો કે- એક બાળક બિલ્ડિંગ પરથી પડી ગયું છે. મેસેજ વાંચીને હું ઉમેશના રૂમમાં ગઇ અને જોયું તો, ઉમેશ ત્યાં નહોતો. પછી હું તરત નીચે દોડી ગઈ અને ઉમેશને પાર્કિંગમાં લોહીથી લથપથ પડેલો જોયો.
આશ્ચર્યની વાત એ છે કે ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની ત્રણ ડિઝાઇન મળી આવી હતી. એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે. પોલીસ હવે તેની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટના ગંભીર ચિંતાનો વિષય છે અને ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરો પર પ્રકાશ પાડે છે. બાળકો અને કિશોરોને આવી ખતરનાક રમતોથી બચાવવા માટે તકેદારી અને જાગૃતિ ખૂબ જ જરૂરી છે.
Also Read –