આમચી મુંબઈ

વંદે માતરમની 150મી વર્ષગાંઠ: શુક્રવારે મહારાષ્ટ્ર સચિવાલય ખાતે રાષ્ટ્રગીતનું સમૂહ પઠન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે મંત્રાલય ખાતે સમૂહ પઠન સાથે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવશે. આ કાર્યક્રમ રાજ્ય સચિવાલયના ત્રિમૂર્તિ એટ્રિયમ ખાતે યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે.

આ કાર્યક્રમ સાથે ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ પહેલ હેઠળ સમગ્ર મહારાષ્ટ્રમાં એક વર્ષ લાંબી ઉજવણીનો પ્રારંભ થશે, એમ રાજ્યના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા ખાતાના પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

1875માં કવિ અને દાર્શનિક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલા વંદે માતરમ સ્વતંત્રતા સંગ્રામ અને દેશભક્તિના પ્રતીક તરીકે ખૂબ જ ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના પ્રધાને રાજ્ય સરકારના તમામ શાળાઓને 31 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાવાના નિર્દેશ અંગે પણ માહિતી આપી હતી. શાળા શિક્ષણ વિભાગ દ્વારા 27 ઓક્ટોબરના રોજ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

આ ગીતમાં રાષ્ટ્રીય ગૌરવ જગાડવાની શક્તિ છે. શહીદોને શ્રદ્ધાંજલિ અને માતૃભૂમિને સલામ કરવા માટે, રાજ્ય સરકારે એક પરિપત્ર અને વટહુકમ બહાર પાડ્યો છે જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓને વંદે માતરમના સમૂહ પાઠનું આયોજન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રગીતના 150મા વર્ષની ઉજવણી માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો…વંદે માતરમ્ ગીતના 150 વર્ષ: ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button