15 Students Fall Sick After Eating Food in Latur School

મહારાષ્ટ્રના લાતુરમાં ખીચડી ખાતા 15 બાળકો બીમાર, પ્રિન્સિપાલ સસ્પેન્ડ

લાતુર (મહારાષ્ટ્ર)ઃ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક જિલ્લા પરિષદ શાળાના બાળકોમાં ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાયા બાદ શાળાના પ્રિન્સિપાલને સસ્પેન્ડ
કરી દેવામાં આવ્યા છે.


પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ઉદગીર તહસીલના ટોંડરમાં જિલ્લા પરિષદ શાળાના બાળકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાયા બાદ આ શાળાના પ્રિન્સિપાલ ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે રસોઈયા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


મળતી માહિતી મુજબ સ્કૂળના વિદ્યાર્થીઓને ભોજનમાં ખીચડી અને રાંધેલા ચણા પીરસવામાં આવ્યા હતા. ભોજન કર્યા બાદ 87માંથી 15 વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ઉદગીરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાકીના 72 બાળકોની શાળામાં જ તહેસીલ આરોગ્ય અધિકારી દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ તમામ બાળકોની હાલત સ્થિર છે

Back to top button