મરાઠી પ્લેટ માટે દુકાનદારોને 15 દિવસનું અલ્ટીમેટમ
અન્યથા દુકાનોને સીલ મરાશે
છત્રપતિ સંભાજી નગર: મ્યુનિસિપલ કોર્પોરેશને છત્રપતિ સંભાજી નગર શહેરની તમામ દુકાનો અને ઓફિસોના નામના બોર્ડ કે સાઈનબોર્ડ મરાઠી ભાષામાં લગાવવા માટે 15 દિવસની સમયમર્યાદા આપી હોવાનું છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને વહીવટદાર જી. શ્રીકાંતે જણાવ્યું હતું. રવિવારે, મ્યુનિસિપલ પ્રશાસકોએ શહેરના કેટલાક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્ય સરકારના આદેશ અનુસાર મરાઠી ભાષામાં દુકાનો અને સંસ્થાઓના નામ લખવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય નામો મોટા અક્ષરોમાં લખવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત, તેમણે મરાઠી ભાષામાં સાઈનબોર્ડ લગાવવા માટે 15 દિવસની સમયમર્યાદા આપી હતી. આ મુદત પૂરી થયા બાદ પણ જો દુકાનદારો મરાઠીમાં સાઈનબોર્ડ નહીં લગાવે તો દુકાનો અને સંસ્થાઓને સીલ કરી દેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.છત્રપતિ સંભાજીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને એડમિનિસ્ટે્રટર જી. શ્રીકાંતે આજે આદેશ આપ્યો છે કે પ્રોઝોન મોલ સહિત શહેરની તમામ દુકાનો અને સંસ્થાઓએ મરાઠી ભાષામાં પણ દુકાનના નામના બોર્ડ અથવા સાઈનબોર્ડ લગાવવા જોઈએ. રાજ્ય સરકારના આદેશ મુજબ મોલમાં તમામ શોરૂમ માલિકોને તેમની દુકાન, સ્થાપનાનું નામ મરાઠી ભાષામાં લખવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જે શો-રૂમના નામ નાના અક્ષરોમાં મરાઠી ભાષામાં લખેલા હોય તેવા શો-રૂમના નામ મોટા અક્ષરે લખવામાં આવે તેવી સૂચના સંચાલકોએ આપી હતી. ઉ