આમચી મુંબઈ

આનંદો, વિરારથી ચર્ચગેટ વચ્ચે 15 કોચની લોકલ દોડાવાશે, પણ ક્યારે જાણો?

મુંબઈ: પશ્ચિમ રેલવેના મુસાફરોને ભીડમાંથી રાહત આપવા રેલવેએ સૌથી મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિરારથી ચર્ચગેટ કોરિડોરની મુસાફરી સરળ બનાવવા માટે આ રૂટ પર ધીમે ધીમે ૧૫ કોચની લોકલ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં, વિરારથી બાંદ્રા સુધી 15 કોચની લોકલ ટ્રેન દોડાવવામાં આવશે અને બાદમાં આ સેવા ચર્ચગેટ સુધી લંબાવવાની યોજના છે. સવાર અને સાંજના ધસારાના સમયે ૧૫ કોચની લોકલ દોડાવવાની યોજના હોવાથી લાખો મુસાફરોને મોટી રાહત મળશે.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવેમાં જમ્બો બ્લોક: કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે 290 ટ્રેન રદ

હાલમાં પશ્ચિમ રેલ્વેના અંધેરી અને વિરાર સ્ટેશન વચ્ચે ૧૫ કોચવાળી લોકલ ટ્રેન દોડાવાય છે, પરંતુ ચર્ચગેટથી અંધેરી વચ્ચે પ્લેટફોર્મની અપૂરતી લંબાઈ અને ટેકનિકલ અવરોધોને કારણે આ વિસ્તાર શક્ય નથી. હવે આ મુશ્કેલીઓ દૂર કરવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ ઊભી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

હાલમાં બાંદ્રા, ખાર રોડ, સાંતાક્રુઝ અને વિલે પાર્લે – પર પ્લેટફોર્મ લંબાઈ, ઓવરહેડ વાયર સુધારણા અને અન્ય યાંત્રિક સુધારાઓ ચાલી રહ્યા છે. આ કાર્ય મે-જૂન સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ત્યારબાદ, બાંદ્રા અને અંધેરી વચ્ચે ૧૫ કોચવાળી લોકલ ટ્રેનો શરૂ થશે, જેથી દરેક ટ્રીપમાં મુસાફરોની ક્ષમતામાં લગભગ ૨૫ ટકાનો વધારો થશે. ભીડના સમયમાં આ વધારો વિશેષ લાભદાયી સાબિત થશે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button