આમચી મુંબઈ
મુંબઈમાં પૂરનું જોખમ ટાળવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ
મુંબઈ: ચોમાસા દરમિયાન મુંબઈમાં પૂરનું જોખમ મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની મદદથી ટાળી શકાશે. આ પ્રોજેક્ટમાં ૧૪ ફ્લડ ગેટ પણ બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં છ ફ્લડ ગેટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે બાકીના ફ્લડ ગેટ ઇન્સ્ટોલેશનનું કામ મે, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે.
દર વર્ષે ચોમાસામાં મુંબઈમાં પૂર આવે છે. હાઈ ટાઈડ વખતે દરિયાનું પાણી શહેરમાં દાખલ થવાનું જોખમ રહે છે. ભરતીના કારણે ડ્રેનેજ સિસ્ટમ પણ ભરાઇ જાય છે.
આ માટે મુંબઈના કેટલાક ભાગોમાં ફ્લડ ગેટ પણ બંધ કરવામાં આવે છે, છતાં પણ દરવાજા પૂરતા નથી.
આ બધી જ સમસ્યાઓનું સમાધાન મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટથી થશે. મરીન ડ્રાઈવથી બાંદ્રા-વરલી સી લિંક સુધીનો આ કોસ્ટલ રોડ ૧૦.૫૮ કિ.મી. લાંંબો છે.