આમચી મુંબઈ

બૅંગકોકથી આવેલા બે પ્રવાસીના લગેજમાંથી મળ્યાં 120 દુર્લભ પ્રાણી

મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસીના લગેજમાંથી ઇગુઆના તેમ જ સુમાત્રન પટ્ટાવાળા સસલાં સહિત 120 જેટલા દુર્લભ જીવંત પ્રાણીઓ મળી આવ્યાં હતાં, જેને પગલે બંને પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર બુધવારે રાતે આ કાર્યવાહી કરી હતી. બંને પ્રવાસી મુંબઈના રહેવાસી હોઇ તેઓ બૅંગકોકથી ફ્લાઇટમાં બુધવારે રાતે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બંને પ્રવાસીને શંકાને આધારે તાબામાં લીધા હતા અને તેમના લગેજની તલાશી લેવામાં આવતાં નાના પ્લાસ્ટિક અને જ્યુટ બોક્સમાં ભરેલા બ્રાઉન બેસિલિસ્ક ગરોળી, ઇગુઆના, સુમાત્રન પટ્ટાવાળા સસલાં, કસકસ સહિત 120 જીવંત દુર્લભ પ્રાણીઓ મળી આવ્યાં હતાં.

આપણ વાંચો સરકાર દ્વારા આ વર્ષે વોટરમેલન સીડ્સની આયાત મંજૂરી પર બંદી…

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇઓ અનુસાર કસ્ટમ્સ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ ક્ધટ્રોલ બ્યૂરો દ્વારા આ પ્રાણીઓને પાછા એ દેશમાં મોકલવામાં આવી રહ્યાં છે, જ્યાંથી તેમની ગેરકાયદે તસ્કરી કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button