બાણગંગા તળાવના જિર્ણોદ્ધારને આડે આવતા 12 બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા 12 બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.
દક્ષિણ મુંબઈના વાલકેશ્વર પરિસરમાં જીર્ણોદ્ધાર કામમાં બાણગંગા તળાવ અને તેની આજુબાજુના પરિસર, રામકુંડને લાગીને આવેલા પરિસરની સફાઈ, તળાવના પગથિયા તેમ જ સુરક્ષા દિવાલ તેમ જ દીપસ્તંભનું સમારકામ અને જીર્ણોદ્ધાર, તળાવના અંદરનું બાંધકામ હટાવવા જેવા અનેક કામ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકપધાન તથા સ્થાનિક વિધાનસભ્ય દ્વારા તળાવ પરિસરના બાંધકામ હટાવીને તળાવના પુરાતન વારસાનો જતન કરવાનો નિર્દેશ પાલિકાને આપ્યો હતો. તે મુજબ પાલિકા દ્વારા જીર્ણોદ્ધારનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ થનારા અને છેલ્લા અનેક વર્ષોથી અહીં રહેલા આ બાંધકામ હટાવવા પાલિકા અને સ્લમ રિહેબિલિટેશન (એસઆરએ) સંયુક્ત રીતે કામગીરી કરી હતી અને એસઆરએની મંજૂરી બાદ બાણગંગા પરિસરમાં રહેલા 12 કુટુંબનું નજીકમાં પુનર્વસન કરવામાં આવવાનું છે. અસરગ્રસ્તોએ પણ તે માટે તૈયારી બતાવી હતી.
પ્રશાસકીય પ્રક્રિયા બાદ આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. હવે ત્યાં ખાલી જગ્યા ઉપલબ્ધ થવાથી બાણગંગા પરિસરમાં પ્રવેશ માટે તેમ જ આ ઠેકાણે મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે નાગરી સુવિધા ઉપલબ્ધ કરી શકાશે. તેમ જ બાણગંગા પરિસરને સ્વચ્છ રાખવા માટે પણ આ પગલું મહત્ત્વનું સાબિત થશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. પાલિકાના `ડી’ વોર્ડમાં આવેલા વિવિધ ઐતિહાસિક સ્થળોને પુન: જીવિત કરવામાં આવવાના છે, જે અંતર્ગત બાણગંગા તળાવ પરિસરનો જીર્ણોદ્ધાર કરવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
હેરિટેજ યાદીમાં એક નંબરની શ્રેણીમાં સમાવેશ રહેલા બાણગંગા પરિસરનું જીર્ણોદ્ધારનું કામ પૂરું થયા બાદ તેના રંગરૂપ બદલાઈ જવાના છે. ઉ