Juneમાં Bank સંબંધિત કામ-કાજ પતાવવાનું વિચારો છો? પહેલાં આ વાંચી લેજો નહીંતર…
મુંબઈ/નવી દિલ્હીઃ ત્રણ દિવસમાં મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ત્યાર બાદ 2024નો છઠ્ઠો મહિનો શરૂ થઈ જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જૂન મહિનાની રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે અને આ આરબીઆઈના કેલેન્ડર અનુસાર આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ (12 Days Bank Holiday) રહેશે. આ રજાઓમાં શનિવાર-રવિવારની રજાઓનો સમાવેશ પણ થાય છે. જૂન મહિનામાં પાંચ રવિવાર આવશે. જો તમે પણ જૂન મહિનામાં બેંકના કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો પહેલાં આ વાંચી લો, જેથી તમને મુશ્કેલી ના પડે…
⦁ બીજી જૂનના દિવસે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે
⦁ 8મી જૂનના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ 9મી જૂનના રવિવાર તેમ જ મહારાણા પ્રતાપ જયંતિને કારણે બેંકોમાં રજા રહેશે
⦁ 10મી જૂનના શ્રી ગુરુ અર્જુન દેવજી શહીદી દિવસને કારણે બેંક બંધ રહેશે
⦁ 14મી ઓડિશામાં બેંકો બંધ રહેશે
⦁ 15મી જૂનના YMA દિવસને કારણે બેંકો બંધ રહેશે
⦁ 16મી જૂનના રવિવારે રજા રહેશે
⦁ 17મી જૂનના બકરી ઈદના દિવસે બેંકોમાં રજા રહેશે
⦁ 21મી જૂનના વટ સાવિત્રી વ્રતના દિવસે બેંકો બંધ રહેશે
⦁ 22મી જૂનના મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
⦁ 23મી જૂનના રવિવારે બેંકોમાં રજા રહેશે
⦁ 30મી જૂનના રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે બેંકોમાં રજા હોવાને કારણે ઓનલાઈન બેંકિંગ સેવા ચાલુ રહેશે. તાત્કાલિક લેવડ-દેવડ માટે યુપીઆઈ એપ્લિકેશન કે એટીએમનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય તમે નેટ બેંકિંગની સુવિધાનો પણ ઉપયોગ પણ કરી શકો છો.
Also Read –