આમચી મુંબઈમહારાષ્ટ્ર

અગિયારમા ધોરણની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં 12.71 લાખ વિદ્યાર્થી નોંધાયા

મુંબઈ: રાજ્યમાં 2025-26થી કેન્દ્રીય ઓનલાઈન સિસ્ટમ દ્વારા ધોરણ 11 માટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આજની અંતિમ તારીખ સુધીમાં આ પ્રક્રિયામાં કુલ 12,71,295 વિદ્યાર્થી નોંધાયા છે, એમ આચાર્ય (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ડો. શ્રીરામ પાંઝાડેએ માહિતી આપી હતી.

રાજ્યમાં 9,435 જુનિયર કોલેજો/ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ પ્રક્રિયા માટે પ્રથમ રાઉન્ડમાં નોંધણી કરાવી છે. આમાં, કુલ વિદ્યાર્થી પ્રવેશ ક્ષમતા 21,23,040 છે, જેમાંથી કેપ રાઉન્ડ માટે પ્રવેશ ક્ષમતા 18,97,526 છે અને ક્વોટા પ્રવેશ ક્ષમતા 2,25,514 છે. આ માટે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકો.

12,15,190 વિદ્યાર્થીએ ઓનલાઇન નોંધણી ફી જમા કરાવી છે. 12,05,162 વિદ્યાર્થીઓએ અરજી ભાગ-1 ભરી છે. જ્યારે, 11,29,924 વિદ્યાર્થીઓએ અરજી ભાગ-2 ભરીને તેને અંતિમ સ્વરૂપ આપ્યા પછી લોક કરી છે.

આ પણ વાંચો: 11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની નોંધ 26 મેથી શરૂ થશે

11,29,932 વિદ્યાર્થીઓએ નિયમિત રાઉન્ડ (કેપ રાઉન્ડ) માટે અરજી કરી છે. 64,238 વિદ્યાર્થીઓએ ઇન-હાઉસ ક્વોટા માટે અરજી કરી છે. 32,721 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ ક્વોટા માટે અરજી કરી છે. 47,578 વિદ્યાર્થીઓએ લઘુમતી ક્વોટા માટે અરજી કરી છે.

સમયપત્રક મુજબ, શૂન્ય રાઉન્ડ મેરિટ લિસ્ટ 8 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવશે અને જુનિયર કોલેજમાં સીધો પ્રવેશ 9 જૂનથી 11 જૂન 2025 દરમિયાન યોજાશે. તેવી જ રીતે, કેપ રાઉન્ડની મેરિટ લિસ્ટ 10 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવશે અને જુનિયર કોલેજમાં સીધો પ્રવેશ 11 જૂનથી 18 જૂન 2025 દરમિયાન યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button