11th Std Admission Process: વિદ્યાર્થીઓ શુક્રવારથી ભરી શકશે અરજીનો પહેલો ભાગ…
મુંબઈઃ મુંબઈ, પુણે, પિંપરી-ચિંચવડ, નાશિક, અમરાવતી, નાગપુર મહાનગર પાલિકા ક્ષેત્રમાં અગિયારમા ધોરણની એડમિશન પ્રક્રિયા (11th Std Admission Process) આવતીકાલથી શરૂ થવાની હોઈ વિદ્યાર્થીઓએ 24મી મે શુક્રવારથી પર્સનલ માહિતી આપતો એપ્લિકેશનનો પહેલો ભાગ ભરી શકશે. વિદ્યાર્થીઓએ પોતાના શહેરની પસંદગી કરીને https://11thadmission.org.in વેબસાઈટ પરથી અગિયરમા ધોરણની એડમિશન પ્રક્રિયા પૂરી કરવી પડશે.
આ ફોર્મ કરી રીતે ભરવું, અરજીમાં કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરવો જોઈએ અને આ આખી પ્રક્રિયા કેવી હશે એ બાબતે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે એ માટે 22 અને 23મી મેના વેબસાઈટ પર જઈને ડમી અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. ત્યાર બાદ 24મી મેના શુક્રવારે રોજે સવારે 11 વાગ્યાથી લઈને સ્ટેટ બોર્ડનું દસમા ધોરણનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી https://11thadmission.org.in ની વેબસાઈટ પર જઈને પર્સનલ ઈન્ફોર્મેશન માંગતો અરજીનો પહેલો ભાગ ભરી શકાશે. દસમા ધોરણનું પરિણામ જાહેર થાય ત્યારથી આગામી પાંચ દિવસ સુધી કોલેજ પસંદગી કરતો બીજો ભાગ ભરી શકાશે. અરજીનો આ બીજો ભાગ દરેક રાઉન્ડ પહેલાં ભરી શકાશે.
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી ભરવાના તબક્કાઃ
વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને લોગઈન આઈડી અને પાસવર્ડ સેટ કરવું
પર્સનલ માહિતી માંગતો અરજીનો પહેલો ભાગ ભરી લીધા બાદ પોતાની માધ્યમિક શાળા કે માર્ગદર્શન કેન્દ્ર પાસેથી આ અરજી સર્ટિફાઈડ કરાવી લેવી
આ પણ વાંચો : હવે આરટીઈ હેઠળ એડમિશન મળવામાં થશે મુશ્કેલી
કોલેજની પસંદગીવાળો બીજો ભાગ ભરીને એડમિશન પહેલાં જુનિયર કોલેજની ઓનલાઈન પસંદગી કરવી
એન્ટ્રન્સ રાઉન્ડ માટે કેટલો સમય હશે?
વિદ્યાર્થીઓને કોલેજ આપવાથી લઈને એડમિશન કન્ફર્મ થાય ત્યાં સુધીની પહેલી નિયમિત કેન્દ્રિય પ્રવેશ ફેરી અંતર્ગતની પ્રક્રિયા સ્ટેટ બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી 10થી 15 દિવસ સુધી ચાલુ રહેશે. બીજા અને ત્રીજા રાઉન્ડ તેમ જ પહેલો સ્પેશિયલ કેન્દ્રિય પ્રવેશ ફેરીની આ પ્રક્રિયા સાતથી આઠ દિવસ શરૂ રહેશે. બીજી કેન્દ્રિય પ્રવેશ ફેરીની પ્રક્રિયા એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે.