આમચી મુંબઈ

ફેબ્રુઆરીમાં મુંબઈમાં વેચાયા ૧૧,૮૩૬ મકાન: છેલ્લાં ૧૨ વર્ષનો રેકોર્ડ બ્રેક

મુંબઈ: મુંબઈમાં ૧૧,૮૩૬ મકાનોનું ફેબ્રુઆરીમાં વેચાણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને આ મકાનની સ્ટેમ્પ ડ્યુટી રૂપે રૂ. ૮૬૯ કરોડની આવક થઈ છે. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઘરનું વેચાણ વધ્યું છે અને છેલ્લા ૧૨ વર્ષમાં, ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ મકાનોનું વેચાણ થયું છે.
નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ૧૦,૯૬૭ ઘરો વેચાયા હતા, જેમાંથી રાજ્ય સરકારને રૂ. ૭૬૦ કરોડની આવક થઈ હતી. ફેબ્રુઆરીમાં ૧૧,૮૩૬ મકાનો વેચાયા અને રાજ્ય સરકારને રૂ. ૮૬૯ કરોડ રૂપિયાની આવક થઈ.

નવા વર્ષના પ્રથમ બે મહિનામાં ૧૦,૦૦૦થી વધુ મકાનોનું વેચાણ થયું છે અને બાંધકામ ઉદ્યોગને આશા છે કે ભવિષ્યમાં મકાનોના વેચાણમાં વધુ વધારો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker