આમચી મુંબઈ

મુંબઈમાં બે દિવસમાં ૧૧૨ સ્ટોપ વર્ક નોટિસ

પ્રદૂષણ માટે સુધરાઈ આક્રમક * એન્ટી સ્મોગ ગન બેસાડવાને બે દિવસની મુદત બાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એન્ટી સ્મોગ ગન બેસાડવા માટે આપેલી મુદત પૂરી થવાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુધરાઈ પોતાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવે એવી શક્યતા છે. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં મુંબઈમાં જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરી રહેલા કૉન્ટ્રેક્ટરો અને ડેવલપરોને લગભગ ૧૧૨ સ્ટોપ વર્કની નોટિસ ફટકાવવામાં આવી હોવાની માહિતી મળી હતી.
ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાના ડેવલપરોને પાલિકા સ્ટોપ વર્કની નોટિસ મોકલી રહી છે, ગુરુવાર સુધીમાં સ્ટોપ વર્ક નોટિસનો આંકડો ૫૭૫ સુધી પહોંચી ગયો હતો. તેમ જ સ્ટોપ વર્કની નોટિસની અવગણના કરનારા બિલ્ડરો અને ડેવલપરો સામે એફઆઈઆર નોંધવાનું પણ સુધરાઈએ ચાલુ કરી દીધું છે.
હાલ શહેરમાં ૬,૬૯૦ ક્ન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઈટ છે, જેમાંથી ૧,૦૦૦ને ઈન્ટીમેશન લેટર (સૂચના આપતા) મોકલવામાં આવ્યા છે. તમામ ૨૪ પ્રશાકીય વોર્ડમાં સ્પેશિયલ ૯૬ સ્કવોડ પણ બનાવવામાં આવી છે, જે પોત-પોતાના વિસ્તારમાં ઈન્સ્પેકશન કરી રહી છે. જે ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી, તેમને કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવી રહી છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ સ્કવોડને ધ્યાનમાં આવ્યું હતું કે અનેક સાઈટ પર સ્ટોપ વર્કની નોટિસ આપ્યા બાદ પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે. તેથી તેમની સામે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
સાઈટ સીલ કરાશે
આ દરમિયાન ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ધૂળને નિયંત્રણમાં રાખવા માટે એન્ટી સ્મોગ મશીન બેસાડવા માટે આપેલી ૩૦ દિવસની મુદત શનિવાર, ૨૫ નવેમ્બરના પૂરી થાય છે. તેથી જે ક્ન્સ્ટ્રક્શન સાઈટ એન્ટી સ્મોગ મશીન બેસાડવામાં નિષ્ફળ જાય છે, તેને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે અથવા સાઈટને સીલ કરવામાં આવશે.
નિયમમાં છૂટછાટ
પશ્ર્ચિમી ઉપનગરમાં મોટી સંખ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેથી નિયમનું ઉલ્લંઘન કરનારાઓની સંખ્યા અંધેરી-પૂર્વ વોર્ડ,બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ અને બાંદ્રા (પૂર્વ)માં વધુ છે. બુધવારે બીકેસી ખાતે મેટ્રો લાઈન ૨બીના કાસ્ટિંગ યાર્ડને એચ-પૂર્વ વોર્ડે સ્ટોપ વર્કની નોટિસ ફટકારી હતી. તો વિલેપાર્લેમાં એક બિલ્ડરે સ્ટોપ વર્કની નોટિસ હોવા છતાં કામ ચાલુ રાખતા સોમવારે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પાલિકાએ તાજેતરમાં ગાઈડલાઈનમાં થોડી છૂટછાટ આપી છે અને કૉન્ટ્રેક્ટરોને ક્ન્સ્ટ્રક્શન સાઈટ પર આજુબાજુમાં લગાવવામાં આવતા શીટની ઊંચાઈ ૩૫ ફૂટથી ઘટાડીને ૨૫ ફૂટ કરવાની મંજૂરી આપી હતી.

થાણેમાં ૧૦૨ને નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા દ્વારા ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવી રહી છેે, જેમાં થાણે વિસ્તારમાં એક જ દિવસમાં નિયમનું ઉલ્લંઘન કરનારા ૧૦૨ જણને નોટિસ ફટકારવામાં આવી હતી.
મુંબઈ સહિત સમગ્ર રાજ્યના મોટાભાગના શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ છેલ્લા થોડા મહિનાથી વધી ગયું છે, તેથી પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આ ગાઈડલાઈનને અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, તે મુજબ થાણે પાલિકાએ પણ આ ગાઈડલાઈનને અમલમાં મૂકી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારી બાંધકામ સાઈટ પર ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ આપવાનું કામ ચાલી રહ્યું છે.
થાણે પાલિકા પ્રશાસનના જણાવ્યા મુજબ પાલિકાની વિજિલન્સ ટીમ દ્વારા બુધવાર, ૨૩ નવેમ્બરના એક દિવસમાં ૧૨ જગ્યાએ વિઝિટ કરી હતી, તેમાં અમુક જગ્યાએ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. બુધવારના એક જ દિવસમાં ૧૦૨ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને એક જ દિવસમાં ૬,૮૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો કાટમાળનું વહન કરનારા એક ડમ્પર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલ ધૂળને નિયંત્રણમાં લાવવા માટે રસ્તા પરની ધૂળ સાફ કરવામાં આવી રહી છે, જે હેઠળ બુધવારે રસ્તા પરથી કુલ ૧૬ ટન માટી જમા કરવામાં આવી હતી. તો દિવસ દરમિયાન કુલ ૧૬ વાહનોનો ઉપયોગ કરીને ૪.૪૧ કિલોમીટરના રસ્તા પાણીથી ધોવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા