આમચી મુંબઈ
2023માં મૂંબઈની પ્રોપર્ટી વેચાણમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
મુંબઈ: મુંબઈમાં વર્ષ 2023 દરમિયાન રિયલ ઈસ્ટેસ સેક્ટરમાં નવો વિક્રમ નોંધાયો હોવાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. 2023 દરમિયાન જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 1,29,139 પ્રોપર્ટી ખરીદવામાં આવતા મુંબઈએ રિયલ ઈસ્ટેસ સેક્ટરમાં છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
મુંબઈમાં પ્રોપર્ટીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ 2023માં પ્રોપર્ટીના ખરીદી વહેંચાણથી સરકાર પાસે પણ મબલખ આવક જમા થઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મુંબઈમાં પ્રોપર્ટીઝની વિક્રમી વહેંચાણ થતાં રાજ્ય સરકારની તિજોરીમાં કુલ 10,889 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા થયો છે. માહિતી મુજબ આ છેલ્લા દસ વર્ષમાં પહેલી વખત રાજ્ય સરકાર પાસે આટલા મોટા પ્રમાણમાં આવક જમા થઈ છે.