આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં 11 નક્સલવાદીઓએ સીએમ ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 11 નક્સલવાદીઓએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાં જાણીતા નક્સલવાદી નેતા તારક્કા સિદામનો પણ સમાવેશ થાય છે. નક્સલવાદીઓએ ગઢચિરોલી પોલીસ હેડક્વાર્ટર ખાતે આત્મસમર્પણ કર્યું હતું. જ્યાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નક્સલવાદીઓનું સ્વાગત કર્યું હતું અને તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા પ્રોત્સાહિત કર્યા હતા. 31 ડિસેમ્બરે જ ફડણવીસે ગઢચિરોલીના પાલક મંત્રી તરીકે કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

ગઢચિરોલીના પ્રવાસ દરમિયાન ફડણવીસે અત્યંત દુર્ગમ નક્સલ સંવેદનશીલ પેનગુંડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને એક જનજાગૃતિ સભામાં હાજરી આપી હતી. ફડણવીસે કોનસારી ખાતે સ્ટીલ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. તેમણે ગઢચિરોલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે હેલિકોપ્ટર હેંગરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું . પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ગઢચિરોલી પોલીસને નવા વાહનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ઉત્તર ગઢચિરોલીને નક્સલવાદથી મુક્ત કરવામાં આવ્યું છે. ધીમે ધીમે દક્ષિણ ગઢચિરોલી પણ નક્સલવાદથી મુક્ત થશે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની પહેલને કારણે તાજેતરના સમયમાં જિલ્લાનો એક પણ યુવક નક્સલવાદીમાં જોડાયો નથી. મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી નક્સલવાદીઓની ભરતી બંધ થઈ ગઈ છે. 38 વર્ષ સુધી નક્સલ ચળવળનો હિસ્સો અને તેને ફેલાવવાનું કામ કરનાર તરક્કાએ આજે આત્મસમર્પણ કર્યું છે. આવનારા સમયમાં મહારાષ્ટ્રમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. દેશના અન્ય રાજ્યો પણ મહારાષ્ટ્રના મોડલને અપનાવશે.”

આ પણ વાંચો…પ્રદૂષણ પર લગામ તણાશે પછી જ ભાયખલામાં ક્ધસ્ટ્રકશન કામ શરૂ થશે

1982માં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં ચંદ્રપુર જિલ્લાને વિભાજીત કરીને બનાવવામાં આવેલો ગઢચિરોલી જિલ્લો રાજ્યના 4.68 ટકા વિસ્તાર ધરાવે છે. આ જિલ્લામાં 12 તાલુકાઓ છે જેમાં ગઢચિરોલી, આરમોરી, ચામોર્શી, મુલચેરી, અહેરી, એટ્ટાપલ્લી, ભામરાગઢ, દેસાઈગાંગ, ધનોરા, કુખેડ અને કોરચીનો સમાવેશ થાય છે. તેમાંથી 75 ટકાથી વધુ જંગલ વિસ્તારમાં છે. જોકે, આ આદિવાસી વિસ્તાર ભારતના રેડ કોરિડોરનો એક ભાગ છે. છેલ્લા સાત દાયકાથી અહીં નક્સલવાદી ગતિવિધિઓ તેજ છે. આ સમગ્ર વિસ્તાર ખાણો અને ખનિજો જેવા કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button